Abtak Media Google News

ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ સહિતના મહિલા આગેવાનોની ઉપસ્થિતમાં એકિઝબીશન ખૂલ્લું મુકાયું

અબતક-રાજકોટ

રંગીલા રાજકોટમાં કારા વેડિંગ એક્ઝીબીશન દર વખતે અવનવું કલેક્શન લઇ આવે છે ત્યારે સયાજી હોટેલ ખાતે આજે અને આવતીકાલે બે દિવસ કારા વેડિંગ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, ડિઝાઇનર ગારમેન્ટ, એસેસરીઝ, સમર કલેક્શન સહિતનું અવનવું કલેક્શન ઉપલબ્ધ છે. ઉનાળામાં લગ્નસરાની સિઝન આવતા સ્પેશ્યલ સુરતના કાંતિલાલ જ્વેલર્સ તથા રાજકોટના એમ.જે.આર.જ્વેલર્સ દ્વારા વેડિંગ માટેનું કલેક્શન લાવેલ છે. અમદાવાદ, સુરત, મુંબઇ, જયપુર સહિતની જગ્યાએથી 15થી વધુ એક્ઝીબીટરોએ ભાગ લીધો છે.

Advertisement

આ એક્ઝીબીશનમાં ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, વંદનાબેન ભારદ્વાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં ખૂલ્લું મુકવામાં આવ્યું હતું તથા બહોળી સંખ્યામાં મહિલાઓએ એક્ઝીબીશનની મુલાકાત લીધી હતી અને ખરીદી કરી હતી. સાથોસાથ સુરત, બરોડા, મુંબઇ, જયપુર, અમદાવાદ સહિતની જગ્યાએથી 15 થી વધુ એક્ઝીબીટરો જેમાં યમ્મી-શા-દિલ્હીવાળી સાળી, નિરૂપમા કૃપા ઠાકર, નુરાનીયત, ડેનસેલ વગેરેએ પોતાનું યુનિક કલેક્શન લઇ આવ્યા છે. આજે અને કાલે બે દિવસની એક્ઝીબીશનમાં વધુને વધુ લોકો મુલાકાત લે તેવી આશા રાખીએ છીએ.

સમર કલેક્શનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ: રૂકસાન દાસ્તાન

Vlcsnap 2022 02 25 13H28M45S391

‘અબતક’ સાથેની વાતચિતમાં કારા એક્ઝીબીશનના ઓર્ગેનાઇઝર રૂકસાર દાસ્તાનએ જણાવ્યું હતું કે અમે દર વખતે રાજકોટ માટે નવુ કલેક્શન લાવીએ છીએ. આ વખતે ઉનાળા અને લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને સમર કલેક્શન લાવ્યા છીએ.

સમરમાં લગ્નસરાની સીઝન નજીક આવતી હોય તેને લઇ સ્પેશ્યલ સુરતથી કાંતિલાલ જ્વેલર્સ, રાજકોટનું એમ.જે.આર. જ્વેલર્સ વેડિંગ કલેક્શનમાં નવીનતમ ડિઝાઇન લાવેલ છે. સાથોસાથ સુરત, બરોડા, મુંબઇ, જયપુર, અમદાવાદ સહિતની જગ્યાએથી 15 થી વધુ એક્ઝીબીટરો જેમાં યમ્મી-શા-દિલ્હીવાળી સાળી, નિરૂપમા કૃપા ઠાકર, નુરાનીયત, ડેનસેલ વગેરેએ પોતાનું યુનિક કલેક્શન લઇ આવ્યા છે. આજે અને કાલે બે દિવસની એક્ઝીબીશનમાં વધુને વધુ લોકો મુલાકાત લે તેવી આશા રાખીએ છીએ. દર વખતે રાજકોટીયન્સનો ખૂબ જ સારો સહકાર મળે છે અને મળતો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.