Abtak Media Google News

તાજીયાનું માતમ માનવતા પરિવારોમાં દોડધામ : ચારની હાલત અતિ ગંભીર

ધોરાજીમાં રસુલપરા વિસ્તારમાં આજે પવિત્ર મહોરમના ઝુલુસ દરમિયાન તજીયો વીજ વાયર અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી જેમાં 24 લોકોને વીજ કરંટ લાગતા તેમને તત્કાલીન સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બે લોકોના સારવાર દરમિયાન કરુણ મોત નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.જ્યારે અન્ય ચારની હાલત અતિ ગંભીર હોવાથી તમેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.બનાવ પગલે હોસ્પિટલ મુસ્લિમ સમાજના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

વિગતો મુજબ આજે મોહરમ નો પવિત્ર પર્વ હોવાથી ઠેર ઠેર તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જ્યારે ધોરાજી ખાતે મોટી સંખ્યામાં તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં શોર્ટ સર્કિટ થયો. આ ધોરાજીનાં રસુલપરા વિસ્તારમાં બની બની હતી.જેમાં 24 જેટલા લોકોને કરંટ લાગતા હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી સારવાર દરમિયાન બે લોકોના મોત નીપજતા રહેતી પ્રસરી જવા પામી હતી. જ્યારે હજુ પણ ચાર વ્યક્તિઓની હાલત વધુ ગંભીર છે.

આ ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યું ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્તો ને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. ઉલ્લેખનીય છે કે વીજ શોખ લાગતા હજુ પણ ચાર લોકોની હાલત હજુ ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે તેવી શક્યતા સામે આવી રહી છે. જેથી મોહરમનું માતમ બનાવતા મુસ્લિમ પરિવારોમાં શોકનું મોજું ફરી રહ્યું છે.

ઝારખંડમાં મોહરમના ઝુલૂસમાં વીજશોક લાગતા ચાર વ્યક્તિના મોત: નવ ગંભીર

ઝારખંડના બોકારોમાં આજે વહેલી સવારે મોહરમનું જુલુસ નીકળતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં હાઇ ટેન્શન લાઇનને અડી જતાં 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. અહીં બેરમો વિસ્તારના ખેતરોમાં સવારે કેટલાક લોકો મોહરમના તાજિયા લઈ રહ્યા હતા ત્યારે 11,000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા. જે બાદ વીજ કરંટ લાગવાથી 4 લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજિયાને લઇ જતી વખતે ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટની હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. આ સાથે જ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના

અભાવે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કુલ 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી ચાર લોકોના મોત થયા છે. જ્યારે સાતની હાલત ગંભીર છે. આ ઘટના બાદ પરિવારજનો અને ખેતરોમાં રહેતા લોકોમાં માતમ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.