Abtak Media Google News

ભાગ લેનાર તમામ બાળકોને ૫૦ રૂપીયા અને શૈક્ષણીક કીટ આપવામાં આવી

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલિમ ભવન રાજકોટ તેમજ બી.આર.સી.ભવન પડધરી માર્ગદર્શીત સી.આર.સી.સાલપીપળીયા આયોજિત સી.આર.સી.કક્ષા કલા ઉત્સવ અને ટી.એલ.એમ.નિર્માણ અને વર્કશોપનું આયોજન પરિવારની દહીંસરડા ઉંડ પ્રામિક શાળા મુકામે તારીખ ૫.૧૦.૧૮ ના રોજ કરવામાં આવ્યું હતું..ગાઈડલાઈન મુજબ શાળા કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રમ ક્રમાંક મેળવેલ બાળકોને આ કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા.

અને તેઓની કૌશલ્ય મુજબની અભિવ્યક્તિ જે તે વિષય આધારિત સ્પર્ધામાં જુદા જુદા  નિર્ણાયક સામે રજુ કરી હતી.કલાઉત્સવમાં પોતાના ભાવો કી આ સી.આર.સી.કક્ષાની સ્પર્ધામાં અનુક્રમે ચિત્ર સ્પર્ધામાં ગણાવા કમલેશ શ્રી દહીંસરડા ઉંડ શાળા,બાલકવી સ્પર્ધામાં મકવાણા હિરેન રોજીયા શાળા,નિબંધસ્પર્ધામાં પરમાર ચિરાગ સાલ પીપળીયા શાળા અને  વકતૃત્વ સ્પર્ધામાં વાઘેલા દેવિકા સાલપીપળીયા શાળાએ પ્રથમ ક્રમાંક મેળવેલ હતો.

જે બાળકો હવે તાલુકા કક્ષાની કલાઉત્સવ સ્પર્ધામાં પડધરી ખાતે તારીખ ૯ ના રોજ સાલપીપળીયા પરિવારના બાલ તારલીયાઓ ભાગ લેવા માટે જશે..વિજેતા બાળકોને ગાઈડલાઈન મુજબ  રૂપિયા ૩૦૦,૨૦૦,૧૦૦,ઇનામ તો આપવામાં આવ્યા સો સો ભાગલેનાર તમામ બાળકોને ૫૦ રૂપિયા અને શેક્ષણિક કીટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું .તેમજ પ્રમ આવનાર બાળકને શિલ્ડ આપવામાં આવ્યા હતા.

તમામ બાળકોને તેમજ નિર્ણાયકશ્રી ને સ્વાદિષ્ટ ભોજન ની વ્યવસ કરવામાં આવી હતી.સો સો સી.આર.સી.કક્ષા ટી.એલ.એમ.પ્રદર્શન અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવાર દ્વારા આગામી સત્રમાં કે શાળામાં કેવા ટી.એલ.એમ.ની જરૂરિયાત અને નિર્માણ કરવા પડશે તેની ચર્ચા પણ કરવામાં આવી હતી.

.સી.આર.સી.કક્ષાના આ બન્ને કાર્યક્રમોના કન્વીનર શ્રી દહીંસરડા ઉંડ પ્રામિક શાળાના આચાર્યશ્રી રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા જીતેન્દ્રભાઈ ધામી હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સલપીપળીયા શાળા પરિવાર અને દહીંસરડા ઉંડ પ્રામિક શાળાના બાગ મહીં મધમધતા પુષ્પોએ જહેમત ઉઠાવી હતી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.