Abtak Media Google News

મેળવવા માટે આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં હંમેશા તત્પર હોય છે.  શિક્ષણ મેળવવા વિઘાર્થીઓ રાજકોટ આવે છે. પરંતુ મુશ્કેલી એ પડે છે કે રહેવું કયાઁ ? જમવું કયાં? આ બધી વ્યવસ્થા થઇ તો જાય પરંતુ સંતોષકારક તો ન જ થાય વિઘાર્થીઓની આ મુશ્કેલીઓ નિવારવા નરેન્દ્ર મોદી દ્વારા સમરસ હોસ્ટેલનું નિર્માણ કરવાનું પગલુ ભરાયું હતું. જયા વિઘાર્થીને પોતાના ઘરથી પણ વિશેષ સુવિધા વાળુ ઘર મળી રહે.

સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને આણંદમાં સમરસ હોસ્ટેલનું નિર્માણ થયું છે. હોસ્ટેલમાં દરેક જ્ઞાતિના વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. હોસ્ટેલનું મહત્વ એ છે કે ત્યાં વિઘાર્થીઓને રહેવા જમવા સહીતની  વિવિધ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વધુમાં આ હોસ્ટેલનું નિર્માણ યુનિવસીર્ટીના વિસ્તારમાં હોવાથી વિઘાર્થીઓનો આવવા જવાનો ખર્ચ પણ બચે છે. ખાનગી હોસ્ટેલની સુવિધાઓ પણ ઝાંખી પડે તેવી રહેવાની અને જમવાની સુવિધા આ હોસ્ટેલમાં આપવામાં આવે છે.

વિઘાર્થીનાં ‚માં બેડ, ટેબલ ખુરશી, કબાટ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિઘાર્થીઓને આર.ઓ. ફિલ્ટરનું શુઘ્ધ પાણી આપવામાં આવે છે હોસ્ટેલમાં જમવા માટે ડાયનીંગ હોલ છે જેમાં ૩૦૦ થી વધુ વિઘાર્થીઓ એક સાથે બેસીને જમી શકે છે. વિઘાર્થીઓને દરરોજ ટાઇમ ટેબલ મુબજ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત સવારે ચા, કોફી તેમજ નાસ્તો આપવામાં આવે છે. રાત્રે ભોજન સાથે દુધ પણ આપવામાં આવે છે.

સુરક્ષાને લઇને હોસ્ટેલમાં ખાસ તકેદારી રાખવામાં આવે છે હથીયાર સાથે સિકયુરીટી ગાર્ડ હોસ્ટેલમાં પહેરા ભરતા હોય છે.

હોસ્ટેલમાં રહેતા વિઘાર્થીઓએ પણ હોસ્ટેલનાં નિયમોનુ: ચુસ્તપણ પાલન કરવાનું હોય છે. વિઘાર્થીઓએ હોસ્ટેલની બહાર અને અંદર જતા આવતા સહી કરવાની રહે છે. બહારથી આવતી વખતે વિઘાર્થીઓના આઇકાર્ડ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. બહેનો અને ભાઇઓ માટે અલગ અલગ હોસ્ટેલ છે. વિઘાર્થીને વાંચન માટે લાયબ્રેરી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત હોસ્ટેલ ૧૦ માળની હોવાથી લીફટ અને લીફટમેન પણ રાખવામાં આવ્યા છે. હોસ્ટેલમાં રહેતા વિઘાર્થીઓ વર્તમાન પ્રવાહોથી વાકેફ રહે તે માટે દરેક અખબારોહોસ્ટેલમાં આવે છે ૩૦ થી વધુ કર્મચારીઓ હોસ્ટેલની સાફ સફાઇ માટે કાર્યરત છે. ગર્લ્સ હોસ્ટેલમાં સીકયોરીટી ગાર્ડ તરીકે બહેનો ફરજ બજાવે છે. આ ઉપરાંત વિશાળ ગાર્ડન, પાકીગ, નાહવા માટે ઠંડુ તેમજ ગરમ પાણીની વ્યવસ્થા છે. હોસ્ટેલમાં રહેતા વિઘાર્થીઓએ હોસ્ટેલના નિયમ મુજબ દરરોજ કોલેજે જવાનું રહે છે. વિવિધ તહેવારોની પણ હોસ્ટેલમાં ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતભરના વિઘાર્થીઓ આ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં ૧૨ પછી કોલેજમાં અભ્યાસ કરતા હોય તે વિઘાર્થીઓને પ્રવેશ મળે છે આ પ્રવેશ મેરીટનો આધારે મળે છે.

આત્મી કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતા પરમાર જયેશે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ ખાનગી હોસ્ટેલ કરતા પણ સારી છે. રહેવા જમવાની સુવિધા વિના મૂલ્યે મળે છે. ગરીબ અને નાના માણસો માટે આશીર્વાદ સમાન છે.

સરસ્વતી બી.એડ કોલેજમાં વિઘાથીની પ્રિતી માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલ શરુ થઇ ત્યારથી હું અહી રહું છું. કોલેજમાં એડમીશન તો મળી જાય છે પણ રહેવા માટે ઘણા પ્રોમ્બેલ નડતા હોય છે. પરંતુ આ હોસ્ટેલ બન્યા પછી અમને ખુબ ફાયદો થયો છે. અહી સુરક્ષાની સારી સુવિધા છે. અહી જે રહેવા જમવાની સુવિધા છે તે ખાનગી હોસ્ટેલમાં પણ નથી મળતી અહી રહીને અમે સારુ પરિણામ પણ મેળવી શકીએ છીએ.

બી.એ.એમ.એસ. આર્યુવેદનાં વિઘાર્થીની તૃપ્તીએ જણાવ્યું હતું કે દાહોદથી આવું છું અહી બહુ સારી સુવિધા છે. અહી જમવાનું ખુબ સારુ મળે છે. અને દરરોજ અલગ અલગ ભોજન મળે છે. પહેલા એવું લાગતું હતું કે રાજકોટમાં કયા રહેવું ? શું કરશું ? એવા પ્રશ્ર્નો થતા પરંતુ સમરસ હોસ્ટેલમા: આવવાથી ખુબ ફાયદો થયો છે.

કિંજલ બારીચાએ જણાવ્યું હતું કે, પહેલા અમે રાજકોટ આવ્યા તો એમ હતું કે બહાર ‚મ રાખીને રહેવું પડશે અને જમવાનું શું કરશું. પરંતુ આ હોસ્ટેલમાં આવ્યા પછી એવું લાગ્યું કે અમારા પ્રશ્ર્નોના અહી જ જવાબ મળી ગયા. બહારની હોસ્ટેલો કરતા અહીંની સિકયુરીટી સુવિધા ખુબ સારી છે અને બધું જ વિનામૂલ્યે છે હોસ્ટેલનું નામ જ સમરસ છે તેથી અહી જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી સૌ સાથે હળી મળીને રહે છે.

ઇન્ડીયન ઇન્સિટિયુટ આયુર્વેદ કોલેજમાં વિઘાથીની પાયલે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલમાં ઘર જેવી જ સુવિધા છે એવી વાંચવા માટે લાયબ્રેરી પણ છે. અને વાતાવરણ પણ સારું છે. એથી બહાર  જવું હોય તો સિકયુરીટીની રજા લઇ અને સહી કર્યા પછીજ જવાય છે. ઉપરાંત બહાર ગાર્ડનમાં બેસીને પણ વાંચવાની સુવિધા છે.

મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વી.પી. બુસાએ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલ રહે સરકારનું ઉમદા પગલું છે  એવી વિઘાર્થીને જેવી સુવિધા મળે છે તેવી સુવિધા કયાંય મળતી નથી. વિઘાર્થીને જમવા, રહેવાની ઉત્તમ સુવિધા છે. હોટેલ જેવી આ હોસ્ટેલ છે આવી ૧૦ માળના ૫ બ્લોક છે વિઘાર્થીના ‚મમાં બે પંખા, તેમજ બેડ, સ્ટડી ટેબલ, ખુરશી અને ઉત્તમ ફર્નીચરની સુવિધા છે. પુરા ગુજરાતમાંથી વિઘાર્થી અહી રહેવા માટે આવે છે. બહારની કોઇ વ્યકિત અહી ન આવે તે માટે ૩૬ સિકયુરીટી ગાર્ડ ગોઠવામાં આવ્યા છે. અને સફાઇ માટે ૩૦ માણસો કાર્યરત છે. ૨૪ કલાક સિકયુરીટી હોય છે. દરવાજા પરગન સાથેની સુરક્ષા છે. તેમ જ વિઘાર્થીએ બહાર જતા પહેલા સહીકરવાની રહે છે તેમજ વિઘાર્થીએ ઘરે જતા પહેલા રજા રીપોર્ટ ભરવાનો હોય છે. અહિં મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવે છે હોસ્ટેલમાં એક હજાર વિઘાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.