Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચેનો વિવાદ પુરૂ થવાનું નામ જ નથી લઇ રહ્યો. પત્ની હસીને એવી હરકત કરી છે કે આ વિવાદમાં યુ ટર્ન આવ્યો છે અને બધાને આચ્છર્યમાં નાખી દીધા છે. મોહમ્મદ શમી સાથે વિવાદ અને બાદમાં તેના પર કેસ દાખલ કર્યા પછી હસીન જહાં પ્રથમ વખત અમરોહામાં મોહમ્મદ શમીના ઘરે પહોંચી છે. આજે સવારે હસીન જહાં જ્યારે શમીના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું મારેલું હતું.

Advertisement

તાળું જોઈને હસીન જહાંએ પરિવાર સાથે જ ત્યાં તંબુ તાણી દીધો. હસીન સાથે તેની દીકરી આયરા અને વકીલ ઝાકિર હુસૈન પણ અમરોહા આવ્યા છે. જોકે મોહમ્મદ શમીના ઘરમાં તાલુ લાગેલું હતું. પણ હસીને તે તાળાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

સીન જહાંએ કહ્યું કે, મારે હવે અહીંયા જ રહેવું છે. તેમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને જીવને ખતરો હોવાનું જણાવી સુરક્ષા આપવાની માંગ કરી છે. હાલ મોહમ્મદ શમી આઈપીએલ 11માં દિલ્હી ડેરડેવિલ્સનો હિસ્સો છે. પત્ની હસીન જહાં સાથે વિવાદની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી છે. દિલ્હીના કોચે કહ્યું હતું કે અંગત વિવાદના કારણે શમી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.