Abtak Media Google News

બે દિવસનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો ભાવિકો જોડાયા: સ્થાનકવાસી જૈન સમાજ ભકિતમાં તરબોળ થયો

બાર – બાર મુમુક્ષુ આત્માઓનું રાજકોટમાં આગમન થતાં જ જૈન સમાજમાં ધર્મોલ્લાસ છવાઈ ગયેલ.રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે આગામી તા.૪/૨/૧૮ ના પાવન દિવસે પરમધામ મહારાષ્ટ્ર ખાતે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર આત્માઓનો સંયમ અનુમોદના મહોત્સવ સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજ દ્રારા એવમ્  નેમિનાથ – વીતરાગ જૈન સંઘ તથા  મહાવીરનગર જૈન સંઘ સંકલિત તા.૬ અને ૭ શનિ – રવિ બે દિવસ અનેકવિધ ધાર્મિક આયોજનો કરેલા.

ભાગ્યશાળી જીતેન્દ્રભાઈ જયંતિલાલ કામદાર પરીવાર પ્રેરિત સમૂહ સાંજીમા હજારો બહેનો સ્તવનોની રમઝટ બોલાવેલ.૬/૧ ના સાંજે ભક્તિ સંગીતકાર કૌશિકભાઈ મહેતાના મધુર કંઠે ભક્તિ ભાવમાં ભાવિકો તરબોળ બનેલ અને મુમુક્ષુ ચાર્મીદીદીને કામદાર પરીવારે સહષે વિદાય આપેલ ૭/૧ ના રવિવારના રોજ સોનેરી સૂર્યોદયે વિશાળ પ્રમાણમાં શ્રાવક – શ્રાવિકાઓએ નવકારશીનો લાભ લઈ   નરેન્દ્રભાઈ પારેખ ચોક ,ન્યુ એરા સ્કુલ પાસેથી દશેનીય અને ઐતિહાસિક શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાયેલ.

શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી મુમુક્ષુઓનું અભિવાદન કરેલ. મુમુક્ષુ આત્માઓનું શહેરની ધાર્મિક, રાજકીય, સેવાકીય સંસ્થાઓ તથા અઢારેઆલમે શાહી સન્માન કરી જબરદસ્ત એકતાનો પરિચય કરાવી સર્વ ધર્મ સમભાવની ભાવનાને ચરિતાથે કરેલ. આ કાયેક્રમનું સંકલન ડોલરભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, મયુરભાઈ શાહ અને મનોજ ડેલીવાળાએ સંભાળેલ.શોભાયાત્રામાં લુક એન લને જૈન જ્ઞાનધામના બાળકોએ અષ્ઠ મંગલ તથા દીદીઓએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના પ્રતિકો દ્રારા અનોખી રીતે પ્રસ્તુતિ કરેલ.શોભાયાત્રાનું સુંદર સંચાલન અહેમ યુવા સેવા ગ્રુપે કરેલ.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના પત્નિ અંજલીબેને જણાવ્યું હતું કે, બાર-બાર મુમુક્ષુઓનાં દિક્ષા સમારોહ યોજાવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ માટે અને ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજ માટે આ અતિ ભાવવિભોર બનીને ઉત્સાહિત થવાનો પ્રસંગ છે. ત્યાગ સંયમના માર્ગે જે મુમુક્ષો ચાલવા જઈ રહ્યા છે. તેમને અંજલીબેન ‚પાણીએ દિલથી શુભકામનાઓ આપી હતી.

આ તકે ઈશ્ર્વરભાઈ દોશી, કિશોરભાઈ કોરડીયા, પ્રવિણભાઈ કોઠારી, ધનસુખભાઈ વોરા, ભરતભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ શેઠ જેવા જૈન શ્રૈષ્ઠીઓએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૈન સમાજમાં દિક્ષાનો માર્ગ શ‚આતમાં લોકોને કઠીન દેખાતો હોય છે પણ એ માર્ગે ચાલવા જઈ રહેલાને જ તેના પરમ સુખની અનુભૂતિ થતી હોય છે. માથાના સુંદર કેશ લોયન કરવામાં આવે છે. ત્યારે પડતા કષ્ઠને હસતા મુખે સહન કરવાથી આ દીક્ષાની શ‚આત થાય છે. આખી જિંદગી ખુલ્લાપગે ચાલવાથી તપોબળ મજબુત બને છે. કષ્ટ વેઠવાથી સમાજ પ્રત્યે ક‚ણાભાવ ઉદભોતીત થાય છે અને માનવ જીવનનાં કલયાણ માટે સંયમનો આ માર્ગ કઠીન હોવા છતાં અહિંસાને અનુમોદન આપનારો માર્ગ છે.

આ અંગે નગરજનો તેમજ તમામ જૈન અને જૈનેતરનો આભાર વ્યકત કરતા ભરતભાઈ દોશીએ નેમિનાથ વિતરાગ સંઘ અને મહાવીરનગર સંઘનાં આંગણે સહુને પધારવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.