Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે આજે 22 વર્ષીય જૂના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટને મોટો ઝટકો આપ્યો છે. CJIના અધ્યક્ષ રંજન ગોગોઇની આગેવાની હેઠળની SC બેન્ચે સંજીવ ભટ્ટની પત્નીએ 22 વર્ષ જૂના કેસમાં તેમના પતિ સામે પડકારજનક તપાસ દાખલ કરીને અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા કરેલી પિટિશન ફગાવી છે. સાથે જ સુપ્રીમે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણય વચ્ચે અમે નહી આવીએ.

22 વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.