સંત ભોજલરામ પાટીદાર મિત્ર મંડળ આયોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો બુધવારે ફાઈનલ

rajkot
rajkot

વિજેતાને સાડા પાંચ ફૂટનો કપ શે એનાયત: ગુજરાતની ૯૬ ટીમો વચ્ચે ટકકર: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સંત ભોજલરામ પાટીદાર મિત્ર મંડળ દ્વારા મોરબી રોડ ખાતે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ૯૬ ટીમોએ ભાગ લીધો છે. ટૂર્નામેન્ટની સેમીફાઈનલ તા.૨૫ને મંગળવારે તેમજ ફાઈનલ તા.૨૬ને બુધવારે રમાશે.

ભોજલરામ પાટીદાર મિત્ર મંડળ દ્વારા આયોજીત આ ટૂર્નામેન્ટનું લાઈવ સ્કોરીંગ ક્રિકરીરોઝ એપ્લીકેશન ઉપર જાણવા મળશે. ટૂર્નામેન્ટમાં ૯૬ ટીમો વચ્ચે ખરાખરીની ટકકર ઈ છે. વિજેતા ટીમને ૫.૫૦ ફૂટનો કપ એનાયત શે. દિવસ દરમિયાન મેદાનમાં બોર્ડની પરીક્ષા આપી ચુકેલા વિર્દ્યાીઓ માટે મેચ રમાડવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમની વિગતો આપવા મુખ્ય આયોજક ભરતભાઈ પીપળીયા (મો.૯૮૨૪૪ ૩૭૯૩૨), દિપેશભાઈ ગજેરા, રજનીભાઈ અજાણી, ધનજીભાઈ લીંબાસીયા, પરેશભાઈ લીંબાસીયા, પરેશભાઈ ચભાડીયા, ચેતનભાઈ ચભાડીયા, જેહીનભાઈ હાપલીયા, કૈલાશભાઈ ચભાડીયા સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવી પહોંચ્યા હતા.