Abtak Media Google News

વઢવાણ મંદિરમાં રહી શ્રીજીની ભકિત સાથે સેવાનું કાર્ય ખંતપૂર્વક બજાવતા

સ્વામીનારાયણ મંદિર વઢવાણના ઉત્સાહી અને સેવાભાવી સંત ધર્મચરણદાસજી સ્વામી ગત સોમવારે સવારે ૧૦.૧૫ કલાકે પ્રભુ સ્મરણ સાથે અક્ષરવાસી થયાં છે.

સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ ખેરવા અને નામ ગોરધનભાઇ હતું. નાનપણથી જ સત્સંગના રંગથી રંગાયેલા હતા. ઘરની જવાબદારી પૂર્ણ થતા ભારતીય સંસ્કૃતિ અનુસાર ૫૬ વર્ષ પૂરા થતા પ૭માં વર્ષે સંસાર છોડી વઢવાણ ગાદીના આચાર્ય મહારાજ પાસે સાધુ તરીકેની દીક્ષા લઇ સન્યાસ આશ્રમ સ્વીકાર્યો વઢવાણ મંદિરમાં રહી શ્રીજી ભજન સાથે સેવાનું કાર્ય ખંતપૂર્વક બજાવતાં મંદિરમાં આવતા હરિભકતોને પ્રેમથી સ્વાગત કરી જમાડી આગતા સ્વાગતા કરતાં.

તેમની સેવાની કદરરૂપે વઢવાણ આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી મહારાજે સ્વામીનારાયણ મંદિર (નાનુ) કાલુપુર અમદાવાદ મુકામે મંદિરના મહંત તરીકે નિમણુંક કરેલ. આચાર્ય મહારાજ સૌની હૈયાધારણા આપી સ્વામીજીની સેવા અને ભકિતને બિરદાવી અને હાલની કોરાનાની પરિસ્થિતિમાં સ્મશાન યાત્રા ન કાઢવા અને હરિભકતોને ભેગા ન થવા જણાવેલ અમદાવાદથી વઢવાણ તેમના સ્થૂળ દેહને લાવી મંદિરની વાડીમાં ધુન, ભજન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ. ૮૩ વર્ષની ઉંમરે સાવ સાજા સારા હતા અને સેવા કાર્ય કરતા હતા. કાયમને માટે તેમને ભજન ભકિતનું તાન રહેતુ સ્વામીજીના અક્ષરવાડીથી વઢવાણ મંદિર તથા સંપ્રદાયનો સારા સંતની ખોટ પડી છે એમ રૂગનાથભાઇ દસલાણિયાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.