Abtak Media Google News

મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીના ભાગરૂપે આજરોજ શાળા નં.૧૧ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં થી રોગ, બાળ રોગ, હૃદય રોગ, ડાયાલીસીસ, કિડની વગેરેના નિષ્ણાંત ડોકટરોની ટીમ ઉપસ્થિત રહી હતી. બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પમાં લેબોરેટરીની તપાસ તેમજ દવા પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. કેમ્પનું દિપ પ્રાગટય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમીતી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશિષભાઈ વાગડીયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિતરહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.