Abtak Media Google News

ડી.એચ.ના ગ્રાઉન્ડમાં બાળ સભ્યોએ નવરાત્રિને કર્યું વેલકમ

નવરાત્રી પૂર્વે સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્યોએ ડી.એચ.ના ગ્રાઉન્ડમાં ગરબે રમીને નવરાત્રિને વેલકમ કરી હતી.ચિલ્ડ્રન ક્લબના આ ગરબામાં મોટી સંખ્યામાં બાળ સભ્યો રાસ રમવા આવ્યા હતા અને તે પૈકીના ૧૦૦  ખેલૈયાઓને પ્રિન્સ-પ્રિન્સેસના ઇનામ આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવમાં આર.કે.યુનિવર્સિટીના ચેરમેન ખોડીદાસભાઈ પટેલ, શિવલાલભાઈ રામાણી, પૂર્વ ડીવાય. એસ.પી.રાજેન્દ્રસિંહ ગોહિલ, અપૂર્વ મણિયાર, સોનલબેન પુજારા, અસ્મિતાબેન દેસાઇ, બીનાબેન જોબનપુત્રા, જસુમતીબેન વસાણી વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે મીનાબેન ઠાકર, અલકાબેન કામદાર, છાયાબેન દવે હીનાબેન દવે, દર્શની કરેચા,હેમલ ભટ્ટ અને દિવ્યા ભટ્ટે સેવા આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના  પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નિલુબેન મહેતા, રેશ્માબેન સોલંકી, જયશ્રીબેન રાવલ, ચેતનાબેન સવજાણી ભાવનાબેન મહેતા, અલકા ધામેલીયા, આશાબેન ભુછડા, સુધાબેન દોશી અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.