Abtak Media Google News

વન-ડે નવરાત્રીમાં પ્રથમવાર બેસ્ટ ખેલૈયાઓને કિંગ- કવીનનો તાજ પહેરાવવામાં આવશે

આર્ય હોલિડેઝ આર્યા કલબ દ્વારા બામ્બુ બિટસ વેલકમ નવરાત્રી ૬ ઓકટોબર શનિવારના રોજ સાંજે ૭ વાગ્યે નાનામોવા સર્કલ ૧૫૦ ફુટ રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ખેલૈયા ફેઇસ બામ્બુ બિટસની ટીમ દ્વારા તાલ સથવારે ઢોલના ધબકારે શરણાઇના સુરે ખેલયાઓને ગરબે રમાડવામાં આવશે. આ રાસોત્સવમાં રાજકોટ ઉપરાંત ગોંડલ મોરબી અને જામનગરના પણ ખેલયાઓ ભાગ લેશે.આયોજનમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરા બાઉન્સર સિકયુરીટી એક દિવસી ગરબામાં પ્રથમવાર ખેલયાઓને સીનીયર જુનીયર કિંગ કવિનને તાજ પહેરવામાં આવશે. તેમજ લાખેણા ઇનામની વણજાર બામ્બુ બિટસ વેલકમ નવરાત્રી ગરબાને સફળ બનાવના આયોજક પ્રેસ ફોટોગ્રાફર  પ્રકાશ સવરાણી આર્યા હોલિડેઝના સંદીપ લખતરીયા, પાયોનિયર દાંડીયા કિંગ અંકીત ચાવડા જયેશ રાવરાણી અને જય બોરીચાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.