Abtak Media Google News

રાષ્ટ્રીય શાયરના લોહપુરુષ સોના લાગણીસભર સંસ્મરણો

૧૯૩૦ની આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલમાં રખાયા હતા ત્યારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્નેહભર્યો સાથ પ્રાપ્ત થયો હતો. બે માસના સાથેના સહવાસ દરમિયાન પામી શકેલ સરદારસાહેબનો વાત્સલ્યભાવ ઝવેરચંદ મેઘાણીના હ્રદયમાં જીવનભર અંકિત રહ્યો હતો.

૧૯૪૫માં પ્રગટ થયેલ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કૃતિ ‘માણસાઈના દીવા’ને ઝવેરચંદ મેઘાણીએ વલ્લભભાઈ પટેલને સાદર અર્પણ કરી હતી.

Sardar Patel 2

૯ માર્ચ ૧૯૪૭એ ઝવેરચંદ મેઘાણીનું નિધન થયુ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ભાવભરી અંજલિ આપી હતી : ‘સ્વ. ભાઈ ઝવેરચંદ મેઘાણી ભારતના સ્વતંત્રતા-યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. એમના અચાનક ચાલી જવાથી ભારે ખોટ પડી છે. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતા માટે તેઓ જિંદગીભર લડ્યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.