Abtak Media Google News

મંદિરની લાગુ જમીનના વિવાદમાં

ભાડા પટ્ટે  દારે સંતો અને ટોળા સામે તોડફોડ કર્યાની સેશન્સ કોર્ટમાં દાદ માંગતા ગુનો નોંધાયો ‘તો

ફુલઝાડ  વાવી  ગુજરાન ચલાવવા માટે 30 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી ‘તી: ભાડા પટ્ટાની અવધી પૂર્ણ થયાબાદ રિન્યુ માટે કાર્યવાહી ન કરતા સરકારે જમીન પોતાના હસ્તક  લીધી ‘તી

સરધાર ખાતે સ્વામીનારાયણ મંદિરને  લાગુ જમીનના મામલે ચાલતા વિવાદમાં સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ સંતો અને ટોળા સામે ફરિયાદ નોંધવા  આપેલા આદેશને  પગલે આજી ડેમ પોલીસે ગુનો નોંધતા જેની સામે સતોએ હાઈકોર્ટમાં રિવિઝન દાખલ કરતા ન્યાયધીશે તમામ કાર્યવાહી સ્થગીત  કરવાનો હુકમ કર્યો છે.

સરધાર ગામના રહેવાસીઍ બિપીન બધાભાઈ મકવાણાએ સંતોને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો . સ્વામિનારાયણ મંદિરની પાછળની જગ્યા જે સરકાર ધ્વારા તેમના વડવાઓ , ફુલઝાડ અને ફલછોડ વાવી ગુજરાન ચલાવવા માટે સને 1957 માં 30 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવેલું સદરહુ જમીનની ભાડા પટ્ટાની અવધી સને -1987 માં સમાપ્ત થતાં ફરિયાદીના વડવાઓ ધ્વારા ભાડા પટ્ટો રીન્યુઅલ કરવા માટે કોઈ કાયેવાહી કરવામાં આવેલોનહીં તેથી ડે . કલેક્ટરને રાજકોટ દ્વારા શરતભંગની નોટિસ આપવામાં આવેલી અને તેના અનુસંધાને સરકાર એ સદરહુ જમીન હસ્તગત કરી લીધેલી જેની સામે ફરિયાદી ધ્વારા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવેલ જે અપીલ પણ નામંજુર કરી હતી.

સરધાર સ્વામિનારાયણ મંદિર  વર્ષોથી સામાજિક સેવાને પ્રાધાન્ય આપી સમાજના કાર્યો કરે છે તે આજે  સમાજ જાણે છે. સદરહુ જમીન સ્વામીનારાયણ મંદિરની ભળતી ભેણીમાં આવતી હોય , સંતો ધ્વારા આર્થિક રીતે નબળા તથા પછાત વગેના બાળકોને નિ:શુલ્ક ભણાવવા અને તદન નિ:શુલ્ક હોસ્ટેલની સુવિધા મળી રહે અને જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલનિ ફ્રી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી કાયદેસર રીતે સરકાર પાસે માંગણી કરવામાં આવેલી અને સરકાર ધ્વારા સદરહુ જમીન તા: 26/04/2018 ના રોજ ફાળવવામાં આવેલી સરકારના સદરહુ હુકમથી ફરિયાદી (બીપીનભાઈ) નારાજ થતા ગેરકાયદે રીતે  જગ્યાનો કબજો લેવાનો પ્રયત્ન કરી, જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરી કોર્ટમાં ખોટી વિગતોવાળો સીવીલ દાવો કરેલી જે દાવો કોર્ટે ધ્વારા ખચે સહિત નામંજુર કરી , મંદિરની તરફેણનો ચુકાદો આપવામાં આવેલા જે ચુકાદાથી નારાજ થઈ મુળ ફરિયાદીએ સેસન્સ કોર્ટમાં અપીલ ગુજારેલજે અપીલ પણ નામંજુર કરવામાં આવેલ આવી  હતી  બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવાનું  આયોજન  કરવામાં આવ્યું હતુ.

કોર્ટે અને કલેકટરના તમામ હુકમો મંદિરની તરફેણમાં આવતા ફરિયાદીએ ખોટી વિગતવાળી એટ્રોસીટી અંગેની ફરિયાદ રાજકોટના કમીશ્નરને  કરેલી જે  ફરિયાદમાં કોઈ તથ્ય ન હોઈ પોલીસ ઘ્વારા કોઈ ગુન્હો નોંધવામાં આવેલો નહીં.કારણ કે આ  માત્ર ને માત્ર સંતો અને સંસ્થાને ખોટી રીતે બદનામી કરવાનો પ્રયત્ન કરેલો છે .

ત્રણેય સ્વામી તથા અન્ય 150 જેટલા માથાભારે ઈસમો ધ્વારા  જમીનમાં તોડફોડ કરેલ જે અંગે પોલીસ ફરિયાદ કરેલી હોવા છતાં પોલીસ ઘ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવેલ ન હોય ,  સેસન્સ કોર્ટમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 156 ( 3 ) હેઠળ ફરિયાદ નોંધવા અને આરોપીઓની સામે સખત કાયદેસરની કાયેવાહી કરવા રાજ્યોના એટ્રોસીટી કોર્ટેના સ્પેશ્યલ સેસન્સ જજ સમક્ષ ફરિયાદ ગુજારેલ જે ફરીયાદ તળે  સેસન્સ કોર્ટે ધ્વારા તા: 22/06/2023 ના રોજ એવો હુકમ પસાર કરવામાં આવેલ કે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટરએ ફરિયાદીની લેખિત ફરિયાદ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવી.

સેસન્સ કોર્ટના ગુન્હો નોંધવાના હુકમ સામે સરધાર સ્વામિનારાયણના સંત ધ્વારા   ગુજરાત હાઈકોર્ટમાં રીવીઝન દાખલ કરી, એવી દાદ માંગવામાં આવેલી  સેસન્સ કોર્ટેના હુકમની કાર્યવાહી સ્થગીત કરી જયાં સુધી રીવીઝન નિર્ણીત ન થાય ત્યાં સુધી તમામ કાર્યવાહી સ્થગીત કરવામાં આવે જે દલીલ માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટ ધ્વારા કોર્ટના  હુકમ સામે સ્ટે આપવામાં આવેલો છે.

સદરહુ કામે ઉપરોકત સંત તરફે ગુજરાત હાઈકોર્ટના વકીલ  વિરાટ જી.પોપટ , એડવોકેટ નિલેશ સી.ગણાત્રા , આનંદ બી.જોષી , અતુલ એમ.મહેતા અને જતીન વી.ઠકકર રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.