Abtak Media Google News

જર્જરીત હાલતમાં રહેલુ સિવીલના બિલ્ડીંગનું નવિનીકરણ કરવા માંગ

જેતપુરની સરકારી હોસ્પિટલ જ બીમારીના ખાટલા જેવી સ્થિતિ, વર્ષોથી અડીખમ ઉભેલ હોસ્પિટલનું મકાન જર્જરિત બનતા દર્દીઓ ઉપર જોખમ સર્જાયું છે. હોસ્પિટલના ઓ.પી.ડી.  વિભાગના મકાનનો ભાગ ગમે ત્યારે પડે તેવી સ્થિતિ સરકાર હોસ્પિટલનું નવીનીકરણ કરે તેવી માંગ ઉઠી છે.

એક તરફ રાજ્યમાં જર્જરિત ઇમારતો પાડવાની ઘટના સામે આવી રહી છે ત્યારે જ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની સરકારી હોસ્પિટલ જર્જરિત બની છે..હોસ્પિટલમાં સૌથી વધુ લોકોની અવરજવર વાળા ઓ.પી.ડી.  વિભાગની ઇમારત જર્જરિત બની છે, અહીં લોબીમાં આવેલ છતનું ગડર નબળું પડતા છતનો ભાગ નીચે નમી ગયો છે અને છત ગમે ત્યારે ઘસી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે,નમી ગયેલ છત માંથી સતત સિમેન્ટના પોપડા પડી રહયા છે,જેને લઈને અહીં આવતા દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા છે,

દર્દીઓ પણ હોસ્પિટલ ને નવી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને સાથે દર્દીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી રહ્યા છે સામાન્ય વરસાદના કારણે જેતપુર હોસ્પિટલની છત નમી ગઈ છે અને ગમે ત્યારે ઘસી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે..જે જોતા હોસ્પિટલના અધિકારીઓ દ્વારા સરકારમાં ઉચ્ચ સ્તરે અવારનવાર રજુઆત અને હોસ્પિટલના નવીની કરણની માગ કરેલ છે,જાહેર જનતાને આરોગ્ય માટે ચિંતા કરતી સરકાર હોસ્પિટલની ઇમારતોની પણ ચિંતા કરે અને સુવિધાયુક્ત મકાન અને પરિસર પુરા પાડે તે જરૂરી છે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.