Abtak Media Google News
  • વરસાદના વિઘ્ન વચ્ચે પણ મુખ્યમંત્રીએ સમયસર કાર્યક્રમમાં હાજરી આપી !!
  • અમારે શું જોઈએ એ તમને ખબર છે, તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો
  • ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવામાં રાજકોટનો ફાળો મહત્વનો: ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. 67 વર્ષની વેપારી મંડળની મહાજન સંસ્થા  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાંકેતિક ભાષામાં બે સૂચક નિવેદનો આપ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ’હું અહી તમને આપવા જ આવ્યો છું અને આપીને જ જઈશ’ જેનો સીધો અર્થ ચેમ્બરની માંગણીઓ પર ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવો થાય છે. બીજું વિધાન એવું હતું કે, ’ તમને શું જોઈએ છે એ હું જાણું છું, અમને શું જોઈએ છે એ તમને ખબર છે, તમારી પરંપરા નિભાવવા ફરીવાર આવી શકીએ તેના માટે તૈયારીઓ આરંભી દેજો’ આ વિધાનને ચૂંટણી સંદર્ભમાં સ્પષ્ટ મૂલવી શકાય છે. જે રીતે વરસાદના વિઘ્ન વચ્ચે પણ મુખ્યમંત્રીએ હાજરી આપવાનું વચન પાળ્યું હતું તે જ રીતે કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જે વચન ઉચાર્યા છે તે પાળશે જ તેવો ચેમ્બરને સંપૂર્ણ વિશ્વાસ છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી 11

 

જે રીતે મુખ્યમંત્રીએ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં સૂચક નિવેદનો આપ્યા હતા તેના આધારે ચેમ્બરના હોદેદારોને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ચુંટણી પૂર્વે ચેમ્બર દ્વારા કરાયેલી 11 માંગણીઓ પૈકી અનેક માંગણી સ્વીકારી તુરંત જ અમલવારી માટે આદેશો છૂટશે. ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, અધિકારીઓ સાથે બેઠક કરી આગળ કાર્ય ધપાવીશું ત્યારે જૂન માસના અંત સુધીમાં આ બેઠક પણ યોજાઈ જાય અને તેમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં પધારેલા મેઘરાજાના વધામણા કરી સહર્ષ જણાવ્યુ હતું કે, આપણી ખેતી અને ઉધોગો માટે  સારો વરસાદ હોવો ખૂબ જરૂરી છે. જે અર્થતંત્રને મજબૂત બનાવે છે. નરેન્દ્રભાઈએ સૌની યોજના અમલી બનાવી સૌરાષ્ટ્રના પાણીનું નિરાકરણ લાવ્યું છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે મિકેનિકલની દ્રષ્ટિએ રાજકોટને કોઈ પણ પ્રોજેક્ટ આપ્યો હોય તો અહીંના ઉદ્યોગપતિઓ બે દિવસમાં એસ્ટાબ્લીઝ કરીને કામકાજ શરૂ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે મારી સમક્ષ ચેમ્બર દ્વારા જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે તેના નિરાકરણ માટેના પ્રયાસો ચોક્કસ ઝડપભેર હાથ ધરાશે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં કોઈપણ ઉદ્યોગ ગૃહને મુશ્કેલી પડે તેવી બાબતો અમે ચલાવી લેવા માગતા નથી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા  ઉધોગકારો ઉપરાંત દિવ્યાંગ ધોરણ 12ના ટોપર્સ વિદ્યાર્થી સ્મીત ચાંગેલા, બાલાજી વેફર્સના પ્રણયભાઈ વિરાણી અને  પ્રણવભાઈ ભાલાળા, તીર્થ એગ્રો.ના જી. ચલાપથી રાવ તથા રાહુલભાઈ શાહ, પૂજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારા, પાયલટ નિધીબેન અઢીયા, દિવ્યાંગો માટે કામ કરતાં સંસ્થાના હીનાબેન ભુવા તથા સ્વીમીંગ  ગ્રુપના 10 સભ્યોનુ સન્માન થયું હતું.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી 16

આ  કાર્યક્રમમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઇ પંચાલ, વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદીપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથિરિયા, ઉદ્યોગપતિ પરેશ વસાણી, રમેશ ટિલાળા, નરેન્દ્રસિંહ જાડેજા, અરવીંદ જસાણી, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, અગ્રણી ભરતભાઈ બોધરા, કમલેશભાઇ મિરાણી, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, નિતિનભાઇ ભારદ્વાજ, કલેકટર  અરૂણ મહેશ બાબુ, મ્યુ.કમિશ્નર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્નેહમિલનના કાર્યક્રમ પહેલા ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. અહીં અંજલીબેનના હાથની આયુર્વેદિક ચાની વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલે સાથે ચુસ્કી લીધી હતી.

મુખ્યમંત્રી આવ્યા છે, આપશે જ: પૂર્વ મુખ્યમંત્રીની ચેમ્બરને હૈયાધારણ

Vijaybhai

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચેમ્બરના હોદેદારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ચેમ્બરના સ્નેહમિલનમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી છે ત્યારે તેઓ ચોક્કસ ચેમ્બરની માંગને વાચા આપી માંગણીઓ અંગે હકારાત્મક અભિગમ દાખવશે. પૂર્વ મુખ્યમંત્રીની હૈયાધારણાથી ચેમ્બરના હોદેદારોના હૈયે ધરપત થઈ છે.

જૂન માસના અંત સુધીમાં અધિકારીઓ સાથે બેઠક માટેનું નોતરું મળી જવાના ઉજળા સંકેતો

જે રીતે મુખ્યમંત્રીએ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં સૂચક નિવેદનો આપ્યા હતા તેના આધારે ચેમ્બરના હોદેદારોને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ચુંટણી પૂર્વે ચેમ્બર દ્વારા કરાયેલી 11 માંગણીઓ પૈકી અનેક માંગણી સ્વીકારી તુરંત જ અમલવારી માટે આદેશો છૂટશે. ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, અધિકારીઓ સાથે બેઠક કરી આગળ કાર્ય ધપાવીશું ત્યારે જૂન માસના અંત સુધીમાં આ બેઠક પણ યોજાઈ જાય અને તેમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.