Abtak Media Google News

એક બાજુ પાણીની બુમરાળ અને બીજું બાજુ પાણીની ચોરી !! : ઘરે ઘરે નળ ચેકીંગ કરાતા પાણીના ભુતીયા કનેક્શન ઝડપાયા

રાજ્યમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે અને ધોમધખતા તાપમાં લોકો પાણી પાણી પોકારી રહ્યા છે જયારે રાણેકપર ગામે પીવાના પાણીની ચોરી કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભૂતિયા કનેકશન ધારકોમાં ખળભળાટ મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે ત્યારે ૩ હજારની વસ્તી ધરાવતુ રાણેકપર ગામ પાણી માટે કાગજોળે રાહ જોઇ બેઠૂ છે ગામના લોકોએ સરપંચને રજુઆત કરતા આ વાત સરપંચના માન્ય ન આવતા ઘરે ઘરે નળ ચેકીંગ કરતા પાણીના ભુતીયા કનેક્શન ચાલતા હોવાનું બહાર આવ્યું છે.

રાણેકપર ગામની બાજુમાં જ આવેલ જેસાભાઇ પોલાભાઇની વાડીએ તપાસ પહોંચતા ગામના લોકો માટે પીવાના પાણીની લાઇનમાંથી પાઇપ દ્વારા પોતાની વાડીમાં રજકાના પાકમાં બેફામ પાણી વહેતુ કરતા હોવાનું ખુલતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ અગાઉ પણ સરપંચને પીવાના પાણીનો ગેરઉપયોગ થાય છે તેવી ચર્ચા સાંભળવા મળી હતી અને જેસાભાઇને પાણી ચોરી ન કરવા જણાવ્યું હતુ પણ વાડી માલીકે પાણી ચોરીની વાતનો ઇન્કાર કર્યો હતો પણ આજે રંગેહાથ પાણી ચોરી કરતા પકડાઇ જતા હેબતાઇ ગયા હતા. ગામ લોકોને પણ પાણીની સમસ્યા શેના કારણે સર્જાઇ રહી છે તે માલુમ થતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આ અંગે વધુમાં સરપંચે જણાવ્યું હતુ કે ભરઉનાળે પાણીની સમસ્યા રાજ્ય ભરમાં સર્જાઇ રહી છે જયારે  રાણેકપર ગામે પાણી માટે આખી પંચાયત બોડી સતત કાર્યરત છે પણ અમુક પાણીચોરોના કારણે પંચાયતી સભ્યોના કામ પર આંગળીયો ચીંધાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.