Abtak Media Google News

સરપંચ, તલાટી દ્વારા કરાતી જમીનની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે લેખીતમાં રજૂઆત

જામજોધપૂર તાલુકાના કરશનપૂર ગામના સરપંચ તલાટી સહિતના સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે કરશનપરનાં સવાભાઈ દેવશીભાઈએ કલેકટરને લેખીત રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છેજેમાં ગોરધન સવાભાઈ દેવશીભાઈ પોતાને મામલતદાર તરફથી ફાળવવામાં આવેલ સ્વતંત્ર માલીકીનો ખૂલ્લો પ્લોટ ધરાવે છે. તેમજ ગોરધન સવદાસ દેવશીભાઈને આ ખૂલ્લો પ્લોટ વેચવાનો હોય મામલતદાર તરફથી વેચાણ માટેની મંજૂરી પણ આપેલ છે. અને આ પ્લોટ સીમાનભાઈ અરશીભાઈ કરંગીયાને મામલતદાર દ્વારા અપાયેલ મંજૂરી પછી વેચી નાખેલ છે. ત્યારે મેરામણભાઈ ડાંગર નામના, વ્યકિતએ જામજોધપૂર મામલતદાર કચેરીમાં અરજી કરેલ છે કે આ જમીનમાં દબાણ કરેલ છે. જે દબાણની અરજી કરવામાં આવેલ છે.

Advertisement

તે અરજીમાં કોઈ નુકશાની કે એક્ષ નંબરનો ઉલ્લેખના છતા કરશનપરના સરપંચ દ્વારા આ અરજી અનુસંધાને નોટીસ આપેલ છે. પણ જો કોઈ દબાણ હોય તો કાનુની કાયદેસર નોટીસ આપવાની હોય છે. જે કાનુની નોટીસ આપેલ નથી ઉપરાંત આ નોટીસ નીચે સરપંચના અંગુઠાનું નિશાન છે જે અંગુઠો કોનો છે. તે ઓળખાયેલ નથી તેમજ સરપંચ અને નોટીસ આપવાની સતા પણ નથી તેમજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા મોટા માણસો બનાવટી ઉભા કી નિવેદનો લીધા છે. તેમજ તલાટી મંત્રી દ્વારા અને સરપંચ દ્વારા સતાનો દૂર ઉપયોગ કરી રોજ કામ કરેલ છે. અને દબાણ હટાવવા ખોટી રીતે પોલીસ બંદોબસ્ત માંગેલ છેઆમ સવાભાઈ દેવશીભાઈએ કલકેટરને લેખીતમાં પત્ર લખી કરશનના સરપંચ તલાટી મંત્રીના સહિત બીન અધિકૃત નિતી નિયમ વગરની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે અંગે પગલા ભરવા રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.