Abtak Media Google News

૯૫ ટકા થી વધુ ૧ વિઘાર્થી, ૯૦ ટકાથી વધુ ૧૦ વિઘાર્થી, ૮૫ ટકાથી

વધુ ર૪ વિઘાર્થી, ૮૦ ટકા થી વધુ ૩૦ વિઘાર્થીઓ પરિણામ મેળવ્યું

પાળ રોડ ખાતે આવેલી સર્વોદય સેક્ધડરી સ્કુલનું સી.બી.એસ.ઇ. ધો.૧૦ માર્ચ ૨૦૨૦નું પરિણામ જાહેર થયેલ. સી.બી.એસ.ઇ. માં સતત ૧૧ વર્ષથી ધો. ૧૦ નું ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે. સી.બી.એસ.ઇ. બોર્ડનું પરિણામ ૯૧.૪૬ ટકા અને શાળાનું પરિણામ ૧૦૦ ટકા પ્રાપ્ત કરેલ. જેમાં ૯૫ ટકા થી વધુ ૧ વિઘાર્થી, ૯૦ ટકાથી વધુ ૧૦ વિઘાર્થી, ૮૫ ટકા થીવધુ ર૪ વિઘાર્થી, ૮૦ ટકા થી વધુ ૩૦ વિઘાર્થીઓ પરિણામ મેળવેલ. બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.૧૦ ના પરિણામમાં લશ્કરી રાજન ૯૬.૪૦ ટકા, પ્રિયા વાઘેલા ૯૪.૬૦ ટકા, વંશીકા અગ્રવાલ ૯૪.૬૦ ટકા સાથે સુંદર પરિણામ પ્રાપ્ત કર્યુ છે અને ગણિત વિષયમાં કુલ પ વિઘાર્થીઓએ ૯૯ ગુણ પ્રાપ્ત કરેલ. શાળાના શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કુલના સંસ્થાપક ભરતભાઇ ગાજીપરા, આચાર્યા શ્રીમતિ ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી અક્ષભાઇ ગાજીપરા તથા એકેડેમીક હેડ દેવેન્દ્ર સોનીએ તમામ વિઘાર્થીઓઓને ધો. ૧૦ના વિભાગીય વડા ડો. નીતેશભાઇ જાદવને અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.