Abtak Media Google News

સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શહેરને વધુ એક નવી સેવા અર્પણ

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સમિતિના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, મંત્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ-મુકેશભાઇ મેરજા. અને માનવ કલ્યાણ મંડળના પ્રમુખ-ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ, દ્વારા રાજકોટ શહેર અને જીલ્લા માટે એક વધુ નવી સેવા અંતર્ગત રાજકોટમાં એકમાત્ર હરતુ ફરતું તદ્દન નિ: શુલ્ક દવાખાનું સાથે દવાઓ ફી જનસેવાનું લોકાર્પણ કરતા ગોવિંદભાઇ રણપરીયા, ચેરમેન રાજકોટ જીલ દૂધ ઉત્પાદક સંઘ લી, તેમજ મંત્રી જયેશભાઇ રાદડિયા, ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય વી.અમે. સખીયા, જનરલ મેનેજર રાજકોટ જીલ્લા સહકારી બેંક, નાથાભાઇ કાલરીયા, ચેરમેન, સમસ્ત પાટીદાર સમાજ વલ્લભભાઇ વાડારીયા, હાઇ-બોન્ડ સિમેન્ટ, મનહરભાઇ મેરજા, ડીએસપી ઓફીસ, મનુભાઇ મેરજા, જીવદયા પ્રેમી, મનસુખભાઇ  હિન્સું, પીયુષભાઇ કણસાગરા, બલવંત મેરજા, મિહિર ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા અંતર્ગત હરતુ ફરતું દવાખાનું કે જે રાજકોટ શહેર અને જિલ્લામાં જસે આ મોબાઇલ ડિસ્પેન્સરી જેમાં એક એમબીબીએસ અને એક બીએસએમએસ ડોકટરર્સ દ્વારા તમામ જનતા માટે તદ્દન નિ: શુલ્ક નિદાન, બ્લડ પ્રેસર, ડાયાબીટીસની લેબોરેટરી બીએમઆઇ ઓકસીજનની તપાસ અને સાથે જ‚રી તમામ દવાઓ પણ બિલકુલ ફ્રી આપવામાં આવશે. જનહિતની સંસ્થાની ફ્રી સેવાઓ યુ.એસ.ની. મલ્ટીવીટામીન ટેબલેટ, પ્રેગ્નન્સી વાલી બહેનોને પૂરો કોર્સ ૫ વર્ષ સુધીના બાળકોને ચશ્માં ન આવે તે માટે વીટામીનએ અને ક્રુમી માટેની દવાઓ, ગરીબ દીકરીઓના લગ્ન કરી આપીશું.

આ સેવા કાર્યમાં દવાઓ, ડીઝલ, કે આર્થિક સહયોગ આપવા માંગતા દાનવીરો સંપર્ક કરે, ઓનલાઇન દાન આપવા માટે સેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા, સ્માર્ટ પાટીદાર સમાજ, એસ.સી. નં.૩૭૫૫૨૮૬૮૬૪૩, ઓફિસ: ૩ ગંગા જમુના સરસ્વતી ટાવર, યુની. રોડ, રાજકોટ, પીન ૩૬૦૦૦૭ ફોન: ૦૨૮૧ ૨૫૭૧૦૩૦ મો.૯૪૨૬૭૩૭૨૭૩ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.