Abtak Media Google News

Screenshot 2 51

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાનું  સૌથી ઓછું 67.66 ટકા પરિણામ: સૌથી વધુ રાજકોટ જિલ્લામાં એ-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 338 નોંધાઇ: સૌથી ઓછા દ્વારકા જિલ્લામાં એ-1 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8:00 વાગ્યે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે 13.64 ટકા જેટલું પરિણામ નીચું આવ્યું છે એટલે કે ચાલુ વર્ષે માત્ર 73.27 ટકા પરિણામ જ આવ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પરિણામ 77.89 ટકા જેટલું નોંધાયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનું આવ્યું છે. ચાલુ વર્ષે બોટાદ જિલ્લાનું પરિણામ 84.12 ટકા આવ્યું છે. આ ઉપરાંત સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું 67.66 ટકા પરિણામ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે એ-1 ગ્રેડ ધરાવનાર સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા રાજકોટ જિલ્લામાં છે. રાજકોટમાં 338 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 2403 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લાનું પરિણામ 79.84 ટકા જેટલું આવ્યું છે.

આજે સવારથી જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં એક અનેરો માહોલ છવાયો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ એકબીજાના મોં મીઠા કરાવીને ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામના ઉજવણી કરી હતી. સાથોસાથ ગરબે રમીને પોતાનો આનંદ છલકાવ્યો હતો.

D85C0Bdb 4168 432A 8D28 75C42B415A4E

સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓમાં એ-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો અમરેલીમાં 22, જામનગરમાં 42, જૂનાગઢમાં 37, ભાવનગરમાં 132, રાજકોટમાં 338, સુરેન્દ્રનગરમાં 46, પોરબંદરમાં 12, બોટાદમાં 28, દ્વારકામાં 7, ગીર સોમનાથમાં 25 અને મોરબીમાં 61 સહિત સૌરાષ્ટ્રમાં કુલ 750 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત ટકાવારીની વાત કરવામાં આવે તો અમરેલીનું 76.54, જામનગરનું 80.28, જૂનાગઢનું 67.66, ભાવનગરનું 81.13, રાજકોટનું 79.84, સુરેન્દ્રનગરનું 81.11, પોરબંદરનું 72.12, બોટાદનું 84.12, દ્વારકાનું 80.90, ગીર સોમનાથનું 69.84 અને મોરબીનું 83.34 ટકા પરિણામ આવ્યું છે.

ક્યા માધ્યમનું કેટલું પરિણામ

  • ગુજરાતી -72.83 ટકા
  • હિન્દી- 67.45 ટકા
  • મરાઠી-72.58 ટકા
  • ઉર્દૂ-82.67 ટકા
  • અંગ્રેજી-79.61 ટકા

ક્યા વિષયમાં કેટલા ટકા પરિણામ

  • ગુજરાતી-91.99 ટકા
  • અંગ્રેજી-94.38 ટકા
  • હિન્દી-94.91 ટકા
  • ઇકો-88.32 ટકા
  • સંસ્કૃત-85.95 ટકા
  • સ્ટેટ-85.83 ટકા
  • ફિલોસોફી-76.69 ટકા
  • સમાજ-92.16 ટકા
  • મનો વિજ્ઞાન-88.80 ટકા
  • જીઓગ્રાફી-90.08 ટકા
  • કોમ્પ્યૂટર-86.93 ટકા

રાજકોટ જિલ્લાનું 79.84 ટકા પરિણામ તે ગત વર્ષ કરતા 8.88 ટકા ઓછું આવ્યું

રાજકોટ જિલ્લાનું ચાલુ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 79.84 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 8.88 ટકા ઓછું આવ્યું છે. ચાલુ વર્ષે ઓલ ઓવર પરિણામની વાત કરીએ તો ગત વર્ષ કરતા 13.64 ટકા પરિણામ ઓછું આવ્યું છે. રાજકોટમાં કુલ 26,386 વિદ્યાર્થીઓ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા. જેમાંથી 26,325 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 338 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 2403 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 4147 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 5021 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 5198 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 3454 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ, 477 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ અને 6 વિદ્યાર્થીઓને ઇ-1 ગ્રેડ મળ્યો છે.

10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 44 શાળા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષે રાજ્યની 44 શાળાઓ એવી છે કે જેઓનું પરિણામ 10 ટકા કરતા પણ ઓછું આવ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે એક જ શાળા એવી હતી કે જેનું પરિણામ 10 ટકા કરતા નીચું આવ્યું હતું. જ્યારે આ વર્ષે તેમાં વધારો થયો છે અને 44 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે.

56 બંદીવાનોએ પરીક્ષા આપી જેમાંથી 22 ઉમેદવારો પાસ થયા

ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં 34533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉ5સ્થિત રહ્યા હતા. તેમાંથી 10830 પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 ટકા આવ્યું છે. જ્યારે ખાનગી રિપીટર ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં આવેલી જુદી-જુદી જેલોમાં રહેલા બંદીવાનોની પરીક્ષા જેલની અંદર પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરીને લેવાઇ હતી. જેમાં 56 બંદીવાનોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 22 ઉમેદવારો પાસ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.