Abtak Media Google News
  • સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% અને સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 54.67% પરિણામ: ગત વર્ષે 86.91% પરિણામ નોંધાયુ હતું જે આ વર્ષે 13.64% જેટલું ઘટ્યું

  • વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ: વિદ્યાર્થીઓનું 67.3% પરિણામ જ્યારે વિદ્યાર્થીનીઓનું 80.39% પરિણામ

  • વાંગધ્રા કેન્દ્રનું 95.85% પરિણામ જે સૌથી વધુ જ્યારે દેવગઢ બારિયાનું સૌથી ઓછું 36.28% પરિણામ

  • 1874 વિદ્યાર્થીઓને એ-1, 20,896 વિદ્યાર્થીઓને એ-2, 51,607 વિદ્યાર્થીઓને બી-1 અને 82,527 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ

માર્ચ-2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8:00 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે 13.64 ટકા પરિણામ ઘટ્યું છે. એટલે કે આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું 54.67 ટકા જેટલું પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાંગધ્રા 95.85 ટકા સાથે અવ્વલ છે. જ્યારે દેવગઢ બારિયા કેન્દ્રનું સૌથી ઓછું 36.28 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 67.3 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 80.39 ટકા જેટલું આવ્યું છે.

માર્ચ-2023ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં રાજ્યના 482 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,49,792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતિર્ણ ન થયા હોય તેવા રિપીટર ઉમેદવારો તરીકે 29,974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 11,205 ઉમેદવારો સફળ થયા હતા. આમ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 39.56 ટકા આવ્યું છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉતિર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 11,833 ઉ5સ્થિત રહ્યા હતા. તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.

1874 વિદ્યાર્થીઓને એ-1, 20,896 વિદ્યાર્થીઓને એ-2, 51,607 વિદ્યાર્થીઓને બી-1 અને 82,527 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 100699 વિદ્યાર્થીઓને સી-1, 76352 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ, 11936 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ અને 131 વિદ્યાર્થીઓને ઇ ગ્રેડ આવ્યો છે. એકંદરે પરિણામ ગત વર્ષ કરતા ખૂબ જ ઓછું આવ્યું છે. જો કે, સૌરાષ્ટ્રનું પરિણામ રાજ્યની સાપેક્ષે સારૂં આવ્યું હોય આજે સવારથી શાળાઓમાં જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ડી.જે.ના તાલે ગરબે ઘૂમીને પરિણામની ઉજવણી કરી હતી.

100 ટકા પરિણામ ધરાવતી 311 શાળા

માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 311 જેટલી છે. જ્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે 1064 શાળાઓ એવી હતી કે જેનું પરિણામ 100 ટકા આવ્યું હતું. એકંદરે વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે કોમર્સનું પરિણામ ઓછું આવ્યું છે અને સાથોસાથ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ પણ ઘટી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.