Abtak Media Google News

રાજયના 12 તાલુકાઓમાં કમોસમી વરસાદ

રાજયમાં મંગળવારે માવઠાનું જોર ઘટયું હતુ આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક  દરમિયાન રાજયના માત્ર 12 તાલુકાઓમાં કમોસમી  વરસાદ પડયો હતો.

આજથી ગરમીનું જોર વધશે મહતમ તાપમાનમાં વધારો જોવા મળશે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમા  છેલ્લા ત્રણેક દિવસથી  વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બે દિવસમાં કમોસમી વરસાદના   કારણે વિજળી પડતા, વૃક્ષો પડવા, દિવાલ ધરાશાયી  થવાની ઘટનામાં રાજયમાં 11 વ્યકિતઓના મોત નિપજયા   હતા. સોમવારની સરકામણીએ મંગળવારે  માવઠાનું  જોર ઘટયું હતુ.

24 કલાક દરમિયાન  માત્ર 12 તાલુકાઓમાં વરસાદ પડયો હતો.  દરમિયાન  આજથી વાતાવરણ કિલયર થઈ ગયું છે. આકાશમાંથી વાદળોનું  આવરણ હટી ગયું છે. આજથી ગરમીનું  જોર વધશે.

મહતમ  તાપમાનમાં બેથી ત્રણ કિ.મી.નો વધારો   થશે. આજે  રાજયમાં કોઈપણ વિસ્તારમાં   કમોસમી   વરસાદ  પડવાની  સંભાવના ખૂબજ નહિવત છે.

છતાં સીબી ફોર્મેશનના કારણેએકાદ બે સ્થળે સામાન્ય  ઝાપટા પડી શકે છે. ગઈકાલે ગીરગઢડા અને વડાળીમાં  અર્ધા ઈંચ વરસાદ પડયો હતો.આ ઉપરાંત માંગરોળ, ઈડર,  દાંતીવાડા, રાધનપુર, થરાદ,  વડગામ,   કાંકરેજ,   અને વાવમાં ઝાપટા પડયા હતા.

રાજ્યમાં આ વર્ષે વાતાવરણ સતત પલટાયું છે.માર્ચ અને એપ્રિલ માસમાં સતત માવઠા પડ્યા હતાં. મેં માસમાં પણ માવઠાની મોકાણ યથાવત રહી છે.

આગામી 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.