Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પરશુરામ મંદિરોમાં ભકતો દર્શનાર્થે ઉમટયા: ઠેર-ઠેર શોભાયાત્રા નિકળી, મહાઆરતી, પુજા, મહાપ્રસાદ, સંતવાણી, ભજન-કિર્તન સહિતના કાર્યક્રમોથી ધાર્મિક વાતાવરણ છવાયું

બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતી અવસરે આખુ સૌરાષ્ટ્ર પરશુરામમય બન્યું હતું.

ઠેર-ઠેર જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રા નિકળી હતી. સવારથી જ હવન, મહાઆરતી, પૂજન-અર્ચન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને પરશુરામ મંદિરે દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.

સૌરાષ્ટ્રના ગામે ગામ પરશુરામ જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

ઉપલેટા

ઉપલેટા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ત્રિલોકનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સવારે ભગવાન પરશુરામના મૂર્તિનું પુજન, અર્ચન અને મહાઆરતી કરી ધુન, ભજન, કિર્તન સહિતના સથવારે વિશાળ બ્રહ્મ યુવા ભાઈ-બહેનોની હાજરીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં આવતા તથા નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ રણુભા જાડેજા, નગરસેવક અરજણભાઈ સુવા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની મૂર્તિને હાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું.

શોભાયાત્રા શહેરના બાવલા ચોકમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઈ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડિયા, શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ ડેર સહિત વિવિધ સમાજના આગેવાનો ભવ્ય સ્વાગત કરેલ હતું.

ઉના

ઉનામાં બ્રહ્મ સમાજની વાડીથી શોભાયાત્રા, ટાવર ચોક, સોની બજાર, મેઈન બજાર થઈ વાજતે ગાજતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. મેઈન બજારમાં પરશુરામ જયંતિ નિમિતે મેઈન બજારમાં સાગર પટ્ટ તરફ શરબતનું આયોજન કર્યું હતું.

જેતપુર

સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુર દ્વારા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ ધામધુમથી ઉજવાઈ હતી. આ માટે બ્રહ્મ સમાજના આગેવાનો અશોકભાઈ જોશી, મનહર વ્યાસ, મહિલા પાંખના નીતાબેન, મીનાબેન લતાબેન વગેરે અહીંના મુખ્ય સ્મશાનઘાટમાં બિરાજેલા શ્રી પરશુરામજીની પ્રતિમાને હારતોરા કરી, આરતીનું આયોજન કરી હરહર મહાદેવ અને જયશ્રી પરશુરામના નારા સાથે શ્રી પરશુરામ જયંતીની ઉજવણી કરી હતી.

હડીયાણા

પરશુરામ ભગવાનની જન્મ જયંતીની ઉજવણી નિમિતે જોડિયા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વાઘેશ્ર્વરી માતાજીના મંદિરે સાંજના ૬:૦૦ કલાકે પરશુરામ ભગવાનના પુજનનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે જોડિયા બ્રહ્મ સમાજના ભાઈઓ-બહેનો અને બાળકો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી પરશુરામ ભગવાનનું સામુહિક પુજન કરી પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઉજવણી કરેલ હતી.

તેમજ આ પ્રસંગે હાજર રહેલ તમામ જ્ઞાતીબંધુઓ માટે પ્રસાદ તથા ચા-નાસ્તાની વ્યવસ્થા યુવા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે પૂજનવિધિ કરવા માટે ઉદયભાઈ શાસ્ત્રી તથા મનોજભાઈ જાની દ્વારા સેવા આપેલ હતી. આયોજન સફળ બનાવવા માટે યુવા બ્રહ્મ સમાજ જોડિયાના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

દ્વારકા

પરશુરામ જયંતી નિમિત્તે યાત્રાધામ દ્વારકામા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. સંકીતન મદિર ી સાંજે ૬ વાગ્યે આકષઁક ફલોટ અને ડી.જે ના સવારે શોભાયાત્રા પ્રસન ઈ હતી ગામના મુખ્ય માર્ગો પર ફરી શારદામઠ ખાતે પૂણઁ ય હતી,

ત્યા શારદામઠ ના દંડીસ્વામી સદાનંદ સરસ્વતવતી મહારાજ, અને ગુગળી જ્ઞાતી ના પ્રમુખ અશ્ર્વિન ગુરુ એ આશીર્વાદ પાઠવ્યા હતા,શિવ ભક્ત સંદિપ માણેક, નગર પાલિકાના પ્રમુખ નિલાબેન ઉપાધ્યાય, રધુવશી સોશીયલ ગૃ્રપ્ના પ્રમુખ કે.જી.હિંડોચા, બ્રહ્મસમાજના પ્રમુખ વિજય બુજડ, અશોક વાધેલા, ભાર્ગવ ભટ્ટ, યજ્ઞનેશ ઠાકર, શરદ વાયડા, વત્શલ પુરોહિત, મિતેશ બુજડ, બ્રિજેશ ઠાકર, બાબુલ વાયડા, બકુલ સાતા, અભય વાયડા, કિશન વાયડા, ભગવત પાઠ, નીતુ પાઠ, જીતુ ઠાકર, અમરીશ ઠાકર, જ યદીપ ઠાકર, હેમા બેન પુરોહિત, અમરીશ વાયડા, ગોવિંદ અસવાર, વિપુલ ત્રિવેદી સહિત બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો કાયઁકરો આ શોભાયાત્રા મા ઉમટી પડયા હતા

પરશુરામે ઋષિમુનીઓને રંજાડનારનો કાળ બનીને નાશ કર્યો હતો: મૂખ્યમંત્રી

જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ આયોજીત ભગવાન પરશુરામજીની શોભાયાત્રાને પ્રસન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

જામનગર

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સમસ્ત બ્રહ્મ સમાજના પરમ વંદનીય ઇષ્ટદેવ ભગાવન પરશુરામજીની જન્મજયંતિ નિમીતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાર ભવ્ય ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રનું આયોજન કરવામાં આવેલ હતું. શોભાયાત્રા તળાવની પાળ, બાલા હનુમાનજીના મંદિર ખાતેી શરૂ ઇ હતી. આ શોભાયાત્રાને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન પરશુરામજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પ્રસન કરાવવામાં આવેલ હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ભગવાન શ્રી પરશુરામે ઋષિમુનીઓને રંજાડનારનો કાળ બનીને તેમનો નાશ કર્યો હતો.પ્રાચીન આર્યવર્તમાં એક સમય એવો ઉદભવ્યો કે, તે સમયના રાજાઓ શાન ભાન ભુલી સ્વચ્છંદી બની ગયા. પોતાની સત્તાના મદમાં સારા નરસાનો વિવેક ભૂલી પ્રજા અને બ્રાહ્મણોને રંજાડવા લાગ્યા ત્યારે બ્રાહ્મણોના સહાયક તરીકે કુદરતે સહાય કરી એક મહાન બ્રાહ્મણનો જન્મ યો, આ મહાન બ્રાહ્મણ એટલે પરશુરામ. ભગવાન શ્રી પરશુરામે અન્યાય સામે લડી પ્રાચીન આર્ય સભ્યતામાં પ્રવેશેલા દુષણોનો નાશ કર્યો.

આજે તેમની જન્મ જયંતી હોય સમગ્ર બ્રહ્મ સમાજે આ સુંદર રયાત્રાનુ આયોજન કર્યુતે બદલ ખુબ ખુબ અભિનંદન.

મુખ્યમંત્રીને બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ દ્વારા ભગવાન પરશુરામની છબી સ્મૃતિ ચિન્હ રૂપે અપણર્ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી સર્વે ચિમનભાઇ શાપરીયા, શંકરભાઇ ચૌધરી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, મેયર પ્રતિભાબેન કનખરા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, સમસ્ત બ્રહ્મ સમાજના જીલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, શહેર પ્રમુખ આશિષ જોષી, ક્ધવીનર નયન વ્યાસ, કોર્પોરેટર સર્વે ડીમ્પલ રાવલ, પ્રફુલાબેન જાની, ચેતનાબેન વ્યાસ, સુભાષ જોષી તેમજ મોટી સંખ્યામાં સમગ્ર બ્રહ્મ સમાજ અને જામનગર શહેરના લોકો શોભા યાત્રામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.