રાજકોટમાં ‘સક્ષમ’ દ્વારા દિવ્યાંગોનું સૌરાષ્ટ્ર વિભાગનું પ્રથમ અધિવેશન યોજાયુ

rajkot
rajkot

સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓને સંગઠીત કરી બનાવવા પ્રયત્ન

સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સંક્ષમ) જીના ઇસી કા નામ હૈ દિવ્યાંગોના સર્વાગી વિકાસ હેતુ સમપિર્ત રાષ્ટ્રીય સંક્ષમ છે શારીરિક અને માનસીક વિકલાંગોમાં ઇશ્ર્વરનો અંશ સમાયેલો હોય છે. આવા વિકલાંગોની અંદર છુપાયેલી પ્રતિમાઓ દ્વારા સ્વાભાવિક જાળવણી અને તેને રોજગારીના સાધનો ઉપલબ્ધ કરાવવા અને તેમની ક્ષમતાનો વિકાસ કરી તેનામાં સ્વાભિમાનનો ભાવ જગાડી તેમને સમાજ માટે યોગ્ય બનાવવા વિકલાંગોને કોઇની પાસે અપેક્ષા રાખ્યા કરતા સહયોગ આપવા લાયક બનાવવા દુર્બળથી સબળ તેમજ અસમર્થથી સમર્થ બનાવવા સક્ષમ સમગ્ર દેશમાં વિવિધ ૩૩ જેટલી પ્રાતોની કાર્ય કરી રહ્યું છે. વિકલાંગો પરીવારએ સમાજ માટે બોજા‚પ નથી તેઓની યોગ્યતા અને સમતા ઓળખીને વિકાસ કરવામાં આવે તો તેઓ સ્વાવલંબન બને અને રાષ્ટ્રના નિર્માણમાં પુરતું યોગદાન આપી શકે તે માટે સક્ષમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના દિવ્યાગો માટે કામ કરતી સંસ્થાઓને સંગઠીત કરી દિવ્યાંગોના યોગ્ય પ્રશ્ર્નોને વાંચા આપવા સંગઠન કરી સંગઠન ને શકિત હૈ અને સંગઠનની તાકાતથી વ્યકિત અને સમાજનો વિકાસ શકય બને તેવા હેતુથી સંક્ષમ દ્વારા દિવ્યાંગોનું સૌરાષ્ટ્ર વિભાગનું પ્રથમ અધિવેશન સરસ્વતી શિશુ મંદીર,ર મા‚તિનગર, રેસકોષર્ર્ રીંગ રોડ પાસે રાજકોટ ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં સૌરાષ્ટ્ર કચ્છના દિવ્યાંગો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત પ્રાંત સંરક્ષક ડો. નરેન્દ્રભાઇ દવે, ગુજરાત પ્રાંત પ્રમુખ પ્રફુલ્લભાઇ પટેલ, ગુજરાત પ્રાંત મંત્રી નીતીનભાઇ જાની, ગુજરાત પ્રાંત સહમંત્રી ભાવેશભાઇ ગંગાજળીયા ગુજરાત કારોબારી સદસ્ય મનસુખભાઇ ગજેરા, જીલ્લા સંયોજક ડો. પ્રકાશભાઇ કાગડા સહીતના ઉપસ્થિત રહ્યા હતા આ અધિવેશનને સફળ બનાવવા ચુનીભાઇ પાલડીયા, જયેશભાલ વારીયા, કિશોરભાઇ પરમાર, દિનેશભાઇ ગાંગાણી, વિમલભાઇ જાની, હરેશભાઇ ભુંગરા, ઇલાબેન દોશી, અશોકભાઇ વૈષ્ણવ , શરદભાઇ રાવલ, દીલીપભાઇ રાઠોડ, દિપકભાઇ કવા તેમજ તેજસભાઇ રાઠોડે જહેમત ઉઠાવીહતી.