Abtak Media Google News

સૌરાષ્ટ્રની ટીમે ગુજરાતને 16 રને આપ્યો પરાજય: તરંગ ગોહેલ, હાર્વિક દેસાઇ, હેત્વીક કોટક અને સમર ગજ્જરની અર્ધી સદી

બીસીસીઆઇ આયોજીત મેન્સ અન્ડર-25 સ્ટેટ-એ ટ્રોફી-2022-23 વન-ડે ટુર્નામેન્ટના નોક આઉટ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ગુજરાતને 16 રને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ સ્થિત ગ્રાઉન્ડ-એમાં રમાયેલા સૌરાષ્ટ્રના કેપ્ટન જય ગોહેલે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટના ભોગે સૌરાષ્ટ્રની ટીમે 361 રન બનાવ્યા હતા. તરંગ ગોહેલે 83 બોલમાં 9 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 91 રન, હાર્વિક દેસાઇએ 95 બોલમાં 8 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 80 રન, હેત્વીક કોટકે 45 બોલમાં આક્રમક 69 રન અને સમર ગજ્જરે 31 બોલમાં 52 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન જય ગોહિલે 44 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી યશ દોશી અને આર્ય દેસાઇએ 2-2 વિકેટો ખેડવી હતી. 362 રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમ 50 ઓવરમાં 345 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આર્ય દેસાઇએ 103 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 100 રન અને ઉર્વિલ પટેલે 41 બોલમાં 68 રન ફટકાર્યા હતા. જ્યારે સ્મિત પટેલે 55 રનની આક્રમક પારી રમી હતી. સૌરાષ્ટ્રવતી આદિત્યસિંહ જાડેજાએ ત્રણ વિકેટ અને દેવાંગ કરમટા અને પ્રણવ કારીયાએ 2-2 વિકેટો ખેડવી હતી. અન્ય એક મેચમાં મધ્યપ્રદેશે સેમિફાઇનલમાં મુંબઇને 10 રને પરાજય આપ્યો હતો. જ્યારે પંજાબની ટીમનો હિમાચલ પ્રદેશ સામે 19 રને વિજય થયો હતો. જ્યારે બંગાળે રેલ્વેઝને સાત વિકેટે પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશી લીધો છે.

સૌરાષ્ટ્રની ટીમતાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન બની છે બીજી તરફ હવે મોટેરાઓ સાથે છોટે મીયાએ પણ કમાલ દેખાડી છે અને સ્ટેટ ટ્રોફીના સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઘર આંગણે જ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાવાના હોય જેનો મોટો લાભ સૌરાષ્ટ્રની ટીમને મળશે. અન્ડર-25ના તમામ બોલર અને  બેટ્સમેનો ફુલ ફોર્મમાં હોય આવતી કાલે રમાનારા સેમી ફાઇનલ માટે સોરાષ્ટ્રને હોટ ફેવરીટ માનવામાં આવે છે.

કાલે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે સેમિ ફાઇનલ

બીસીસીઆઇની મેન્સ-25 સ્ટેટ-એ ટ્રોફી-2022-23 વન-ડે ટુર્નામેન્ટમાં નોક આઉટ રાઉન્ડ પૂરો થઇ ગયો છે. આવતીકાલે સેમિ ફાઇનલ જંગ જામશે. જેમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ સેમિ ફાઇનલમાં બેંગાલ સામે ટકરાશે. જ્યારે બીજા સેમિ ફાઇનલમાં મધ્યપ્રદેશનો સામનો પંજાબ સામે થશે. કાલે સવારે 9:30 કલાકથી મેચનો આરંભ થશે.

સૌરાષ્ટ્રની ટીમ

  1. જય ગોહિલ (કેપ્ટન)
  2. હાર્વિક દેસાઇ (વિકેટ કીપર)
  3. તરંગ ગોહેલ
  4. હેત્વીક કોટક
  5. રિષિ પટેલ
  6. પાર્શ્ર્વરાજ રાણા
  7. સમર ગજ્જર
  8. યુવરાજસિંહ ડોડીયા
  9. પ્રવણ કારીયા
  10. દેવાંગ કરમટા
  11. આદિત્યસિંહ જાડેજા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.