Abtak Media Google News

સૌરાષ્ટ્રના 346 રનના જવાબમાં મહારાષ્ટ્રનો સ્કોર 126/1: સમર ગજ્જરે 123 રન ફટકાર્યા

પૂણે ખાતે રમાઇ રહેલી બીસીસીઆઇની સી.કે.નાયડુ ટ્રોફીની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સમર ગજ્જર, હેત્વીક કોટક અને કેવિન જીવરાજાનીની શાનદાર બેટીંગથી સૌરાષ્ટ્રની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રે પોતાના પ્રથમ દાવમાં 346 રન બનાવ્યા છે. જેની સામે બીજી દિવસની રમતના અંતે મહારાષ્ટ્રની ટીમે એક વિકેટના ભોગે 126 રન બનાવી લીધા છે. હજી મહારાષ્ટ્રની ટીમ સૌરાષ્ટ્રથી 220 રન પાછળ છે.

સૌરાષ્ટ્રના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે માત્ર 46 રનના જૂમલે સિધ્ધાંત રાણા અને તરંગ ગોહિલની વિકેટો ગુમાવી દીધી હતી ત્યારબાદ ઓપનર કેવિન જીવરાજાની અને હેત્વીક કોટકની જોડીએ બાજી સંભાળી લીધી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાઇ હતી.

139 રનના સ્કોરે કેવિન જીવરાજાની અંગત 62 રને આઉટ થયો હતો. તેને 7 ચોક્કાની મદદથી 151 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે હેત્વીક કોટકે 61 રન બનાવ્યા હતાં. સૌરાષ્ટ્રની ટીમે 199 રનમાં 7 વિકેટો ગુમાવી દીધા બાદ સમર ગજ્જરે મહારાષ્ટ્રના બોલરોને મચક આપ્યા વિના 212 બોલમાં 1 સિક્સર અને 11 ચોક્કાના મદદથી 123 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમે 140.3 ઓવરમાં 346 રન બનાવ્યા હતાં.

જેના જવાબમાં મહારાષ્ટ્રની ટીમે 39.1 ઓવરમાં 137 રન બનાવી લીધા છે. પી.એચ.શાહ 94 રન અને યશ શ્રીસાગર 40 રન સાથે દાવમાં છે. સૌરાષ્ટ્રની ટીમથી હજી મહારાષ્ટ્રની ટીમ 220 રન પાછળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.