Abtak Media Google News

નેમીજિન મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો અને જૈન અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

યુવાઓને સાચી દિશામાં લઈ જવાનું કાર્ય ગુરૂ ભગવંતો જ કરી શકે છે: ગૃહમંત્રી

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાથી થોડા અંતર પર આવેલા બરડિયા ગામ નજીક નિર્માણ પામેલા  દ્વારિકા નેમી જિન તીર્થ (બાવન જિનાલય) જૈન તિર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમબેન  માડમ, ધારાસભ્ય પબુભા માણેક, કોર્પોરેટર નિલેશ કગથરા સહિતના મહાનુભાવો તુથા ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે નેમિનાથ જૈન દેરાસર એ અદભૂત છે

ટુંકા સમય ગાળામાં જ  દેરાસરનું નિર્માણ થયું તે ખૂબજ  સરાહનીય છે. વધુમાં જણાવ્યું હતુ કે દુષણો દૂર કરવા, યુવાઓને સાચી દિશામાં વાળવાનું કામ  માત્ર ગુરૂ ભગવંતો જ કરી શકે છે ગુરૂ ભગવંતોના માર્ગદર્શનનાં લીધે યુવાઓને સાચી દિશા મળી રહી છે ત્યારે આપણે ઈશ્ર્વર શકિતનો  સંપૂર્ણ સદપયોગ કરવો જોઈએ.

Screenshot 2 50

આ તકે જિન તીર્થ દ્વારકાના ટ્રસ્ટી જેનીતભાઈ ચાંદરિયા તેમજ રાજુભાઈ ખીમસીયા, રમણીકભાઈ ચંદરિયા, હિરેનભાઈ, ભાવેશભાઈ, વિપુલભાઈ, મુખ્ય દાતા અમુભાઈ સુમરીયા, લંડનથી પધારેલા પરેશભાઈ, સતિષભાઈ કામપાલા, પ્રેમચંદભાઈ ખીમસીયા, જીએમ સુધીરભાઈ પંડ્યા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.