Abtak Media Google News

સુસવાટા મારતા ઠંડાગાર પવનોમાં જનજીવન ઠુંઠવાયું રાજકોટ ૧૦.૫ અને અમરેલી ૧૧ ડિગ્રી સાથે ટાઢાબોળ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતિલ ઠંડીનો કહેર આજે પણ યથાવત રહેવા પામ્યો છે. આગામી ૩ થી ૪ દિવસ હજી ઠંડીનું જોર યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. કચ્છનું નલીયા આજે ૬.૭ ડિગ્રી સાથે કાતિલ ઠંડીમાં રીતસર ઠુંઠવાઈ ગયું હતું. સુસવાટા મારતા ઠંડાગાર પવનોના કારણે લોકોએ દિવસભર ગરમ વસ્ત્રો ધારણ કરી રાખવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.

આજે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલ કરતા આજે તાપમાનનો પારો સવા ડિગ્રી સુધી ઘટાડો નોંધાતા શહેરીજનોને ઠંડીમાં થોડી રાહત મળી હતી. ગઈકાલનું મીનીમમ તાપમાન ૯.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે સવારે ૮:૩૦ કલાકે તાપમાનનો પારો ૧૩.૮ ડિગ્રી રહેવા પામ્યો હતો. ભેજનું પ્રમાણ ૩૫ ટકા રહેવા પામ્યું હતું.

કાતિલ પવનના કારણે શહેરીજનો દિવસભર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. કચ્છના નલીયામાં આજે ગાત્રો થ્રીજાવતી ઠંડી પડી હતી. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૬.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૧ ટકા અને મહતમ તાપમાન ૨૬.૩ ટકા રહેવા પામ્યું હતું. અમરેલીનું લઘુતમ તાપમાન આજે ૧૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા અને પ્રતિ કલાક ૧૦.૩ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. અહીં ગઈકાલનું મહતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું.

જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૭ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.એક તરફ લઘુતમ તાપમાન સતત નીચું રહેવા પામે છે બીજી તરફ પવનની ઝડપ વધારે હોવાના કારણે દિવસભર કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને ઠંડીથી બચવા ફરજીયાતપણે ગરમ વસ્ત્રોમાં વિંટોળાયેલા લેવાની જરૂર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.