Abtak Media Google News

ધારાસભ્યોના કાફલાને પરેશ ધાનાણીના હોમટાઉન એવા ધારીના રિસોર્ટમાં રખાશે : ગઢડામાં દ્રોહ કરનાર ધારાસભ્યનો વિરોધ

સૌરાષ્ટ્રના ૧૮ ધારાસભ્યોએ રાજકોટના નીલ સિટી કલબમાં પાંચ દિવસનું રોકાણ કર્યા બાદ  તેઓને ગઢડા લઈ જવામાં આવ્યા છે.કોંગ્રસમાં એક પછી એક ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સ શ‚કર્યુંછે. ગત શનિવારે સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને રાજકોટના નીલસિટી રિસોર્ટ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધારાસભ્યો હાજર રહ્યા ન હતા. ત્યારે સૌરાષ્ટ્રના ૧૮ ધારાસભ્યોને પહેલા આ ધારાભ્યોને રાજસ્થાન લઈ જવાના હતા. પરંતુ હવે આ ધારાસભ્યોને પરેશ ધાનાણીના હોમટાઉન અમરેલી જિલ્લામાં રાખવાનો તખ્તો ઘડાયો છે. જો કે આજ રોજ આ ધારાસભ્યોને ગઢડામાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંગ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. હાલ તો વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસ એક જ સીટ જીતી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે અને પાર્ટીએ નુકસાન ન ભોગવવુ પડે તે માટે ઝોન વાઇઝ ધારાસભ્યોને ભેગા કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટ રિસોર્ટમાં રહેલ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો આજે ગઢડા પહોંચી ગયા છે. કોંગી નેતા અર્જુન મોઢવાઢીયા પણ ગઢડા પહોંચી ગયા છે.જ્યારે અન્ય ધારાસભ્યો પછીથી ત્યાં પહોંચ્યા છે. ગઢડાના ધારાસભ્યએ રાજીનામા આપ્યા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા જઈ લોકોનો અભિપ્રાય લેશે.ત્યાં રાજીનામું આપનાર ધારાસભ્યનો વિરોધ કરે તેવી પણ સંભાવના સેવવામાં આવી રહી છે. રાજીનામુ આપેલા ધારાસભ્યોના મત વિસ્તારમાં ફરીને લોકોના મિજાજ જાણશે.

કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા અને ધારીના લોકોનો અભિપ્રાય લેશે. રાજકોટથી ગઢડા બાદ કોંગી ધારાસભ્યો ધારી જશે. રાજીનામુ આપનાર ધારાસભ્યનો વિરોધ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

બીજી બાજુ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, અમારા ધારાસભ્યોને ડરાવી ધમકાવવામાં આવે છે. આદિવાસી ભાઈઓને પોલીસે માર્યા પણ છે. ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદ્યા હોવાનું ના પાડી રહ્યું છે કે, તો મને સમજાતું નથી કે અમારા ધારાસભ્યોને ખરીદનારા કોણ છે?

કોંગ્રેસના લલિત વસોયાએ જણાવ્યું કે, પાર્ટી દ્રોહ કરનાર સામે વિસ્તારમાં જઈ ધરણાં કરીશું. કગથરા જણાવી રહ્યા છે કે, અમે પ્રજાને જાગૃત કરી પક્ષદ્વોહ કરનારને જવાબ આપીશું.કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુંમરે આક્ષેપ કરતા કહ્યું કે પંજાનો દ્રોહ કરીને જે લોકો ધારાસભ્યો બન્યા પછી પોતાના સ્વાર્થ માટે ચૂંટણી વખતે તેઓ રાજીનામા આપી રહ્યાં છે ત્યારે આવા લોકો પ્રત્યે લોકોને જાગૃત કરવા એ અમારી ફરજ છે. જેથી લોકોને જાગૃત કરવા અમે આ પ્રયાસ કરી રહ્યાં છીએ. ભાજપ તોડજોડની રાજનીતિ કરે છે.ઉલ્લેખનીય છે કે પહેલા આ ધારાભ્યોને રાજસ્થાન લઈ જવાના હતા. પરંતુ હવે આ ધારાસભ્યોને પરેશ ધાનાણીના હોમટાઉન અમરેલી ખાતે લાવવામાં આવી રહ્યાં છે. આ ધારાસભ્યો ધારીના ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવી શકે છે. તેવું જાણવા મળી રહ્યું છે.

રાજકોટથી ગઢડા પહોંચેલો કોંગ્રેસનો કાફલો

(૧)  પરેશભાઇ ધાનાણી(ધારાસભ્ય-અમરેલી)

(૨) કનુભાઈ બારૈયા (ધારાસભ્ય-તળાજા)

(૩) ભીખાભાઇ જોશી (ધારાસભ્ય-જૂનાગઢ)

(૪) મોહમદ જાવેદ પીરજાદા(ધારાસભ્ય-વાંકાનેર)

(૫) પ્રતાપ દુધાત(ધારાસભ્ય-સાવરકુંડલા)

(૬) લલિત કગથરા (ધારાસભ્ય- ટંકારા)

(૭) લલિત વસોયા (ધારાસભ્ય- ધોરાજી)

(૮) વિરજી ઠુમમર (ધારાસભ્ય-લાઠી)

(૯) ચિરાગ કાલરીયા(ધારાસભ્ય-જામજોધપુર)

(૧૦) વિક્રમ માડમ (ધારાસભ્ય-જામ ખંભાળિયા)

(૧૧) બાબુ વાજા(ધારાસભ્ય-માંગરોળ)

(૧૨) ભગવાન બારડ (ધારાસભ્ય-તાલાળા)

(૧૩) મોહન વાળા (ધારાસભ્ય-કોડીનાર)

(૧૪) વિમલભાઇ ચુડાસમાં ધારામભ્ય-સોમનાથ)

(૧૫) સંતોકબેન અરેઠીયા (ધારાસભ્ય-રાપર (કચ્છ)ના પતિ શ્રી  બચુભાઇ અરેઠીગા

(૧૬) હર્ષદ ભાઈ રિબડીયા (ધારસભ્ય વિસાવદર)

(૧૭) અમરીશભાઈ ડેર (બચુભાઈ રાજુલા)

(૧૮)અર્જુનભાઇ મોઢવાડિયા

(૧૯) હાર્દિક પટેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.