Abtak Media Google News

૧૦૦૦૦ થી વધુ શ્રઘ્ધાળુઓની ઉ૫સ્થિતિમાં આરતી, કિર્તન, ગુરુપાદુકા પુજનસહિતના કાર્યક્રમ ઉજવાયા

લીંબડી શહેરમાં ૧૯૪ વર્ષ પછી ૧૦,૦૦૦ થી વધુલોકોની હાજરીમાં નવનિર્માણ પામી રહેલા સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરનોશિલાન્યાસ સમારોહ યોજાયો હતો. જેમાં સાધુ, સંતો અને મહંતોએઆર્શિવચનો આપી મંદિર નિર્માણમાં આપેલા યોગદાન ફળ વિશે વાત કરી હતી. નવા બનતામંદિરમાં લોકોએ આપેલા યોગદાન અને સહકારને બિરદાવીને મંદિરના મહંત લાલદાસજી બાપુએજણાવ્યું હતું કે, મંદિરના નિર્માણમાં આપેલી એક ઇંટ એક પેઢીને તારી જાય છે.ગુજરાતમાં છોટા કાશી તરીકે પ્રખ્યાત લીંબડી શહેરના સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટામંદિરમાં ૧૯૪ વર્ષ બાદ ઇષ્ટદેવ ચત્રભુજ દાદાના નૂતન મંદિરનો શિલાન્યાસ સમારંભયોજાયો હતો. જેમાં ૧૦,૦૦૦ થીવધુ લોકોની ઉપસ્થિતિમાં વહેલી સવારે મંગળા આરતી, હરિનામસંકીર્તન, વિષ્ણુ ભગવાનની અગ્રપુજા, નવગ્રહદેવતા પુજન, ગુરુપાદુકા પુજન, શિલાન્યાસવિધિ અને સાધુ સંતો અને મહંતોએ આર્શિવચનો આપી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજનકરાયું હતું.

Whatsapp Image 2018 12 11 At 9.33 1

આ પ્રસંગે મોટા મંદિના મહંત લાલદાસજી બાપુએ ઇષ્ટદેવ ચત્રભુજ દાદાનાનવનિર્માણાધિન મંદિરમાં લોકોએ આપેલા યોગદાન અને સહકારને બિરદાવીને મંદિરનાનિર્માણમાં આપેલી એક ઇંટ એક પેઢીને તારી જાય છે અને કળીયુગમાં ભકિત, સેવા, ત્યાગઅને સર્વધર્મ સમભાવના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ પ્રસંગે લીંબડી નામદાર ઠાકોરસાહેબ છત્રસાલજી તથા યુવરાજ જયદિપસિંહજીના સહ પરિવાર દ્રારા શીલાન્યાસ વેદોકતવિધિવિધાન સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ-સંતો ખાસ ઉપસ્થિત રહીઆર્શિવચન પાઠવ્યા હતા.

00000

તેમજ આગેવાનો સર્વેશ્રી નંદ કિશોરભાઇ ઝવેરી, ત્રિભોવનભીમજી ઝવેરી ન્યુ દિલ્હી,કિરિટસિંહ રાણા, શંકરભાઇદલવાડી, ઉત્પલભાઇ શાહ, પ્રકાશભાઇસોની, બાબુભાઇ જીનવાળા, મોટામંદિરજીર્ણોધ્ધાર સેવા સમિતિ, મોટામંદિરના ટ્રસ્ટી ગણ પ્રાણજીવનભાઇ વિરજીભાઇ ઝવેરીઅમદાવાદ, ભરતભાઇ ઝવેરી અમદાવાદ, રમેશચંદ્રમનસુખલાલ સોની, છગનલાલ નરસીભાઇ સોની, અક્ષયકુમારધીરજલાલ તરૈયા, હસમુખલાલ પાનાચંદભાઇ સોની, નટુભાઇદેવચંદભાઇ સોની, મગળુભા ખોડુભા ખવડ, હરજીભાઇરામજીભાઇ કણઝરીયા તેમજ સેવકગણ રૂપસિંહ સાહેબ સોલંકી, ઘનશ્યામભાઇપટેલ, કૃષ્ણસિંહ રાણા, સંજયભાઇત્રિવેદી તેમજ પરિવાર વગેરે ઉપસ્થિત રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.