Abtak Media Google News

ચેરીટી બીગીન્સ એટ હોમના સિધ્ધાંતોને અનુસરીને મહાજન પ્રમુખરાજુભાઈ પોબારૂએ લાખોનું દાન અને કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઈએ લાખોની સહાયજાહેર કરી

વાણિયાવાડીમાં આવલે કુંડલીયા વાડીને વાતાનુકુલિત બનાવાથીકાયાકલ્પની શરૂઆત બીજા તબકકામાં સાંગણવા ચોક લોહાણા વાડીની કાયાકલ્પ થશે

રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટની ચૂંટણી જ્ઞાતિ મોભી અને મસીહાકિરીટભાઈ ગણાનિ મધ્યસ્થી અને લવાદથી બિન વિવાદિત અને બિન હરીફ થતા મહાજન પ્રમુખતરીકે સર્વાનુમતે જાણીતા દાતા અને અજાતસત્રુ એવા રાજુભાઈ પોબારૂની નિયુકત થયેલ.

લોહાણા મહાજનની અબજો રૂપીયાની મિલકતોની નિભાવણી સાચવણી તેમજકરોડો રૂપીયાના દાન સહિતની આવકના વહીવટનુંસંચાલન કરતી લોહાણા મહાજનની કારોબારીસમિતિની પ્રથમ મીટીંગ મળેલ. આ કારોબારી સમિતિમાં ડો.નિશાંત ચોટાઈને કારોબારીપ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલા.

રાજકોટ લોહાણા મહાજનનો વહિવટ ગુડ ગવર્નન્સનાંસિધ્ધાંતોનાપરિપેક્ષમાં અને સેક્રેટરીયલ સ્ટાંડર્ડને અનુસરીને થાય તે માટે વિવિધ પોલીસીઓ હોવીઆવશ્યક જરાતા આર.સી.સી. બેંક રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો.ઓપરેટીવ બેંકફેડરેશનના સી.ઈ.ઓ તથા કાયદા વહીવટના તજજ્ઞ તથા કાયદેઆઝમ તરીકે જાણીતા ડો. પુરૂષોતમપીપરીયાને પોલીસીના ડ્રાફટીંગ માટે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી ડ્રાફટીંગ નારીવ્યુ માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂના અધ્યક્ષ પણાહેઠળ વહીવટી તજજ્ઞ નવીનભાઈ ઠકકર અને પ્રોફેશ્નલ પર્સન રામભાઈ બરછા સહિતના પ્રોફેશ્નલોની ડ્રાફટીંગ કમીટીની નિમણુંક કરવામાં આવી.

પ્રારંભીક તબકકે કોર્પોરેટ ગવર્નન્સ પોલીસી, મેઈન્ટેનન્સ ઓફમીનીટસ બુક પોલીસી, સેક્રેટરીયલ પ્રોસીઝર પોલીસી, ડોનેશન સ્વીકૃતિ પોલીસી, એકસપેન્ડીચર, પોલીસી અને મહિલાપ્રોટેકશન કાયદા હેઠળ ફરજીયાત કરવા પાત્ર પોલીસીઓનો સમાવેશ કરવામા આવેલ છે. ચેરીટીબિગીન્સ એટહોમના સિધ્ધાંતને અનુસરતા હોદેદારો પૈકી મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂએ મધ્યમવર્ગીય વિસ્તારમાં આવેલ અને જરૂરીયાતમંદ લોહાણા પરિવારની નોંધપાત્રવસ્તી ધરાવતા વાણિયાવાડી વિસ્તારમાં આવેલ જલારામ ચોક ખાતેના કુંડલીયા હોલને વાતાનુકુલિત સુવિધા સાથે રીનોવેશન કરવાનો ખર્ચ દાન સ્વરૂપે આપવાની જાહેરાત કરેલ. આમઆ વિસ્તારના જરૂરીયાતમંદ લોહાણા જ્ઞાતિના પરિવારજનોને એફોર્ટેબલ રેટમાં પરિવારનાંમાંગલીક પ્રસંગો નિમિતે અધતન સુવિધા સભર હોલ મળી શકશે.

કારોબારીની પ્રથમ મીટીંગમાંજ ચેરીટી બીગીન્સ એટ હોમનાસિધ્ધાંત અનુસાર લોહાણા મહાજનના ચ્ચ હોદેદારોએ લાખો રૂપીયાના દાનની જાહેરાત કરતાકારોબારી સદસ્યોએ હર્ષોલ્લાસ સાથે તાલીઓના ગળગળાટથી ઉત્સાહ સાથે વધાવેલ. આપ્રેરણાદાયી પગાથી સમાજના શ્રેષ્ઠી અને દાત્તાઓ પણ મૂકત અને સમાજના ઉર્ત્ક્ષમાટેના કાર્યોમાં હિસ્સેદારી નોંધાવવા માટે પ્રમુખને જણાવેલ.

આ બારોબારી સમિતિની મીટીંગમાં ફંડ રાઈઝીંગ કમીટીનું પણ ગઠનકરવામાં આવેલ જેમાં રાજુભાઈ પોબારૂ, જાણીતા દાનવીર હરીશભાઈ લાખાણી, દાત્તા અનેલોહાણા શ્રેષ્ઠી કિશોરભાઈ કોટક, જાણીતા કેળવણીકાર, સમાજના મુકસેવક અને દાત્તા જીતુભાઈ ચંદારાણાઅને સમાજને સેવા સમર્પિત યુવા અગ્રણી દાત્તા શૈલેષભાઈ પાબારીની સર્વાનુમતે નિમણુંકકરવામાં આવેલ જેથી લોહાણા મહાજનના સામાજીક તબીબી અને શૈક્ષણીક વિકાસ માટે માળખાકીયસવલતો મળે તે માટે પ્રયત્નશીલ રહેશે.

સમાજના ઉત્કર્ષની વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગવંતીબનાવવામાટે કારોબારી સદસ્યો સહિત મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ , સંયુકત મંત્રીઓરીટાબેન જોબનપુત્રા (કોટક) અને ડો. હિંમાશુ ઠકકર, કારોબારી પ્રમુખડો. નિશાંત ચોટાઈ તથા ઓડીટર ધવલભાઈ ખખ્ખર અને ફંડ રાઈઝીંગ કમીટીના સદસ્યો હાજરરહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.