Abtak Media Google News

ઉના, ગોંડલ, બાંટવા, રાજપૂત કરણી સેનાના યુવાનોએ માતબર રકમ એકત્ર કરી પરમાર્થ કાર્યમાં જોડાયા

કાનેસરા ગામના રાજદીપસિંહ રાઠોડના ત્રણ માસના પુત્ર ધૈર્યરાજસિંહ રાઠોડને એક ગંભીર બીમારી લાગુ થઇ હોવાની જાણ થતાં સૌરાષ્ટ્રના ગામે ગામથી બાળકો સહિત વડીલો સૌ કોઇ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ધૈર્યરાજસિંહની સારવાર માટે ફાળો એકત્ર કરી રહ્યા છે. આ પરમાર્થ સેવાકીય કાર્યમાં ગોંડલ, ઉના તથા બાટવાના રાજપૂત કરણી સેનાના યુવાનો જોડાયા છે.

Advertisement

ગોંડલ

ધૈર્યરાજસિંહની ગંભીર બીમારી અંગે તેની સારવાર માટે સતત પ્રયત્ન કરી લોકોને ફંડ આપવા અપીલ કરી પ્રયત્ન હાથ ધરતાં   જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની જહેમત રંગ લાવી હોય પાત્રીસ (35) લાખ જેવી માતબર રકમ એકત્રીત થતાં તેમણે  ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ રાઠોડ તેમજ મહાકાલ સૈનાના પ્રમુખ વિજયસિંહ ચાવડાને સુપ્રત કરી હતી જેમાં આ તકે ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના સદસ્ય કૌશિકભાઈ પડારીયા, ગોંડલ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,ધૂળસીયા ગામના સરપંચ અસ્વીનભાઈ ઠુમર , ગોંડલના પાટીદાર યુવા અગ્રણી રવિભાઈ કાલરીયા,ગોંડલ ભાજપ યુવા અગ્રણી જયદીપસિંહ જાડેજા,તાલુકા યુવા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ ઇન્દુભા જાડેજા ભરૂડી ઉપસ્થિત રહ્યા હતા.

માણાવદર

Img 20210325 Wa0013

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાંટવા  દ્વારા ત્રણ માસના બિમાર બાળક માળે ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. ધૈર્યરાજસિંહ રાઠોડની મદદ માટે બાટવાની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના  તેમજ સેવાભાવીઓ દ્વારા બાટવાના જાહેર માર્ગમાં રાહદારીઓ વાહનચાલકો પાસેથી ફંડ એકત્ર કરી બિમાર ધૈયરાજસિંહ રાઠોડને આર્થિક સહયોગ આપવા સેવા કરી હતી

મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને તળફ1નામની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે 16 કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હોય ત્રણ માસના બાળકને નવુ જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશ ભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી રહેલ હોય ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાંટવાના હોદ્દેદારોએ ધૈર્યરાજને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભી વાહનચાલકો રાહદારીઓ પાસે ફંડ આપવા અપિલ કરી હતી જેમાં સેવાભાવીઓએ મદદ કરી હતી અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાંટવા દ્વારા એકાવન હજાર નું અનુદાન એકત્ર કરવામાં આવ્યુ હતું અને અમદાવાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બાટવાના યુવાનોએ રૂબરૂ જઈ ધૈર્યરાજસિંહ ના પિતા ને ચેક આપ્યો હતો

ઉના

Img 20210326 Wa0002

ગીરસોમનાથ જીલ્લા નાં ઉના તાલુકા ના રાજપુત કરણીસેના તથા રાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા ધૈર્યરાજસિહ માટે અનુદાના એકઠું કરવાં મા આવ્યુ છે

શ્રી  રાજપુત કરની સેના તથા રાષ્ટ્રીય રાજપુત કરણીસેના ના આગેવાનો જેમકે મનોહરસિંહ રાઠોડ બહાદુરસિહ રાઠોડ,  હરપાલસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ જાદવ,અનિરૂધ્ધસિંહ, શૈલેશસિહ રાજપુત,  બહાદુરસિહ ચૌહાણ,  રિતેશસિહ ચાવડા તથા શકિતસિહ રાઠોડ એમજ આગેવાનો  દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડ માટે એકત્રીત કરવામાં આવેલ આજનું ઉના તાલુકાનું ફંડ એક લાખ અને ત્રેવીસ હજાર રૂપિયા નુ અનુદાન એકઠુ કરી ને ધૈર્યરાજસિહ ના ખાતા મા જમા કરવામા આવેલ  છે  એમજ કુલ પાસ લાખ રુપિયા નુ અનુદાન ફોરવર્ડ કરવાં આવેલ છે એમજ રાજપુત કરણીસેના તથા રાષ્ટ્રીય રાજપુત કરણીસેના  ના આગેવાનો નો એ તમામ સમાજ ના લોકો નો આભાર માન્યો છે

મોરબી

મોરબી ધૈર્યરાજસિંહની સહાય માટે ચામુંડા રામા મંડળ દ્વારા રામા મંડળ રમવાનું આયોજન કરાયું ફાળામાં એકત્રિત થયેલ સંપૂર્ણ રકમ રાજપુત કરણી સેનાને અર્પણ કરવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.