Abtak Media Google News

ઉત્તર-પૂર્વ દિશામાંથી પવન ફુંકાતો રહેશે તો ઠંડીનું જોર હજુ વધશે: દિવસનું તાપમાન પણ સામાન્યથી ઘટતા દિવસે પણ ઠંડીનો અહેસાસ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઉતર-ભારતમાં થઈ રહેલી હિમવર્ષાનાં કારણે ઉત્તરપૂર્વીય ઠંડા પવનો ફુંકાતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. ગુજરાતભરમાં તાપમાનનો પારો ૩ થી ૪ ડિગ્રી ગગડતા લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી બે થી ત્રણ દિવસ સામાન્ય ફેરફાર સાથે ઠંડીનું પ્રમાણ જળવાય રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટન ડિસ્ટબન્સનાં કારણે ઉતર-ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યાંથી આવતા ઉતરપૂર્વીય ઠંડા પવનો ગુજરાત તરફથી પસાર થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વઘ્યો છે. આજે રાજકોટનું સિઝનમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું છે.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૫.૯ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા સાથે ૧૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયા હતા. જયારે રાજયમાં નલીયાનું તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલીયાનું આજે લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું ત્યારબાદ રાજયમાં ત્રીજા નંબરનું સૌથી ઠંડુ શહેર ડિસાનું ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૫.૨ ડિગ્રી જેટલું નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા નોંધાયું હતું.

7537D2F3 13

ઠંડી વધતાની સાથે લોકોએ સ્વેટર પહેરીને ઘરની બહાર નિકળવું પડયું હતું. રાત્રે અને વહેલી સવારે ઠેર-ઠેર ગરમ તાપણા કરીને લોકો ઠંડીથી બચવાની કોશિશ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તેમજ ઉતરાખંડનાં વિસ્તારોમાં હિમવર્ષા થતા ધીરે-ધીરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. પહાડી રાજયોમાં હિમવર્ષાથી ગુજરાતમાં તમામ શહેરોમાં ઠંડી વધી છે. લોકો સાંજ બાદ નિકળવાનું ટાળી રહ્યા છે. તેનાં કારણે રસ્તાઓમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. બીજી તરફ વહેલી સવારે હાર્ડ થ્રીજાવતી ઠંડી અનુભવાય રહી છે. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફુંકાય રહ્યા છે.

રાજયભરનાં શહેરોનાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી, ડિસાનું ૯.૮ ડિગ્રી, બરોડાનું ૧૪.૨ ડિગ્રી, સુરતનું ૧૭ ડિગ્રી, રાજકોટનું ૧૧ ડિગ્રી, ભાવનગરનું ૧૫.૯ ડિગ્રી, પોરબંદરનું ૧૫.૪ ડિગ્રી, વેરાવળનું ૧૬.૨ ડિગ્રી, દ્વારકાનું ૧૭.૫ ડિગ્રી, ઓખાનું ૧૮.૩ ડિગ્રી, ભુજનું ૧૧.૮ ડિગ્રી, નલીયાનું ૮.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૧.૫ ડિગ્રી, કંડલાનું ૧૦.૭ ડિગ્રી, અમરેલીનું ૧૦.૨ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧.૮ ડિગ્રી, મહુવાનું ૧૫.૫ ડિગ્રી, દિવનું ૧૬ ડિગ્રી, વલસાડનું ૧૬.૬ ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું ૧૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં શિયાળાએ અસર મિજાજ બતાવવાનું શ‚ કરી દીધું છે અને ઠંડીનાં ચમકારામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે ધુમ્મસનાં કારણે વિજિબિલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસનાં પગલે ઉતર ભારતમાં શ્રેણીબઘ્ધ ટ્રેનો તેનાં નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે અને અનેક ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે હવે જનજીવન પર અસર થઈ રહી છે જોકે ઉતરનાં રાજયોમાં ભારે હિમવર્ષાનાં કારણે ફુંકાયેલા પવન ગુજરાત તરફ હજુ આવશે તો ઠંડીનું જોર હજુ વધશે તેવું જણાઈ રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.