રાજકોટ: કેમેસ્ટ્રીના પી.એચ.ડી. છાત્રએ આજી-૨માં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ

અબતક,રાજકોટ

રાજકોટમાં માધાપર ગામ પાસે આવેલ આજી-૨ડેમમાંથી એક યુવાનની લાશ મળી આવતા કુવાડવા પોલીસના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની તપાસ કરતા યુવાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં પીએચડી કરતા હોવાનું જાણવા મળ્યું હતુ.

એકલૌતા આશાસ્પદ યુવાનના મોતથી દંપતી શોકમાં ગરકાવ

આ અંગે વધુ તપાસમાં જાણવા મળ્યું હતુકે યુવાનનું નામ આદિત્ય પ્રકાશભાઈ રાવલ ઉ.૨૩ અને તે એરપોર્ટ રોડ પર આવેલ રાજકૃતી એપાર્ટમેન્ટમાં રહેતો હતો જેથી તેનો પરિવારને જાણ કરતી પરિવાર પોસ્ટમોર્ટમ ‚મે દોડી આવ્યો હતો. અને જાણવા મળ્યું હતુ કે આદિત્ય માતા-પિતાનો એકલોતો પુત્ર હતો અને તે કેમેસ્ટ્રીમા પીએચડી કરતો હતો તે સવારે ઘરેથી નીકળ્યા બાદ બે વાગ્યાસુધી ઘરે પરત નહી આવતા અને ફોન પર બંધ આવતો હતો બાદ તેના મોતના સમાચાર મળ્યા હતા. કુવાડવા પોલીસ આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.