Abtak Media Google News

પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૨માં સ્થાપના દિને કાર્યકારી કુલપતિ તરીકે પદભાર સંભાળતા ડો.નીલામ્બરીબેન દવે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે ૫૨મો સ્થાપનાદિન છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરીબેન દવેએ ચાર્જ સંભાળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ+ ગ્રેડ મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. અધ્યાપકોની ભરતીમાં પણ ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઈ માટે રાજય સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકાશે.

Advertisement

આજે સવારે ૧૦:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવેએ ચાર્જ સંભાળ્યો હતો. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, ડો.ભાવિન કોઠારી અને યુનિવર્સિટીના ડીન-હેડ, પ્રાધ્યાપકો સહિતનાઓએ કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરીબેન દવેને શુભેચ્છા પાઠવી હતી.
સ૩કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરીબેન દવેએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલાને કુલપતિ પદે નિમ્યા છે તે મારા માટે ગૌરવની વાત છે. છેલ્લા ૩૦ વર્ષથી હું યુનિવર્સિટી સાથે સંકળાયેલી છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની મહિલા સશકિતકરણની મુહીમ ચાલી રહી છે તેને સક્ષમ બનાવવા માટે થઈને મારી નિમણુક કુલપતિ તરીકે કરી છે. સમગ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક વહિવટ ચલાવવા હું કટીબઘ્ધ છું. એવા મારા ભવિષ્યમાં પુરા પ્રયાસો રહેશે.

સ૨

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મહિલા અનામત માટે સરકાર જાગૃત છે તે માટેના પ્રયાસો ચાલુ જ છે. યુનિવર્સિટી હાલ એ ગ્રેડ તો ધરાવે છે. ગુજરાતમાં સૌથી પ્રતિષ્ઠ યુનિવર્સિટી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓળખાય છે. ભવિષ્યમાં એ+ ગ્રેડમાં જવા માટે પ્રયત્નશીલ છીએ. ૨૦૧૯માં નેકની પ્રક્રિયા ચાલુ થાય તે પહેલા વિવિધ મીટીંગ હાથ ધરી જુદા-જુદા સ્તર ઉપર બધુ ભેગુ કરી એસ.એસ.આર મુકવામાં આવશે. યુનિવર્સિટીમાં ઘણા ડિપાર્ટમેન્ટમાં રિસર્ચ થાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધન થતા હોય છે.

છેલ્લા ચાર વર્ષથી આઈ કયુ એસી તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે. યુનિવર્સિટીના મુખ્ય ત્રણ ફંકશન છે. ટીચીંગ, રિસર્ચ અને એકસ્ટેન્શન ખુબ જ સારી રીતે ચાલી રહ્યાં છે.ફુલહાર અર્પણ કરાયા

આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૨માં સ્થાપનાદિન નિમિતે પ્રથમ કુલપતિ ડો.ડોલરરાય માંકડની યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ પ્રતિમાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીલાંબરીબેન દવે, કુલસચિવ ડો.કિરીટ પાઠક, સિન્ડીકેટ સભ્ય ભવનના અધ્યક્ષ તથા શૈક્ષણિક સ્ટાફ અન બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા તેમજ સરસ્વતી મંદિર ખાતે કુલપતિ ડો.નીલાંબરીબેન દવેની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.