Abtak Media Google News

આઈડીટીના ડિરેકટર અનુપમ ગોયલ તેમજ રાજકોટના સેન્ટર ડિરેકટર રાજેશ અંતાલા ખાસ ઉપસ્થિત રહ્યા: પત્રકારોને અપાઈ વિગતો

ફેશન અને ઈન્ટીરીયર ક્ષેત્રેની વધતી જતી માંગને પહોચી વળવા અને વિદ્યાર્થીઓ પોતાનું ભાવી સુદ્દઢ બનાવી પગભર બની શકે તે આશયે સુરતથી પ્રારંભ થયેલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી (આઈડીટી)ની રાજકોટ શાખાનું અભિનેત્રી અને મીસ ઈન્ડિયા અર્થ તન્વિ વ્યાસ દ્વારા આઈડીટીના ડિરેકટર અનુપમ ગોયલ તેમજ રાજકોટના સેન્ટર ડિરેકટર રાજેશ અંતાલાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

Advertisement

છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત આઈડીટી એકેડમી દ્વારા સૌરાષ્ટ્રમાં તેનું પ્રથમ સેન્ટર રાજકોટ ખાતે શરું કરાયું છે. અહી ફેશન અને ઈન્ટીરીયરના શિક્ષણ માટેની તમામ મોર્ડન સામગ્રી, વૈજ્ઞાનિક ઢબે ડિઝાઈન કરેલ અત્યાધુનિક લેબ, હાઈટેક કોમ્પ્યુટર લેબ, પ્રોજેકટર સાથેનો ઓડીયો વિઝયુઅલ રુંમ, ઉતમ લાઈબ્રેરી, સીસીટીવી કેમેરા, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સાથે લીફટમાં અભ્યાસ કરી ચૂકેલા અનુભવી એકસપર્ટ ફેકલ્ટી અને નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે. ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ સમાવી શકાય તેવું સેન્ટર સેન્ટ્રલી એસી અને અન્ય સુવિધાઓ સાથે કાર્યરત કરાયું છે.

આ પ્રસંગે આઈડીટી રાજકોટના સેન્ટર હેડ રાજેશ અંતાલાએ જણાવ્યું હતુ કે આજે ફેશનનું ફિલ્ડ ખુબજ વિસ્તર્યું છે. સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓ ફેશન અને ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રે ખૂબજ આગળ વધે અને કારકીર્દી ઘડી સારી એવી આવક મેળવી શકે તે માટે આ સેન્ટર રાજકોટમાં કાર્યરત કરવું તે અમારો ધ્યેય હતો.

આપણા વિદ્યાર્થીઓના ભવિષ્યને તેના અભ્યાસની સાથે જ વર્તમાનમાં જ ઉજળું બનાવવું છે. આથીજ ફેશન અને ઈન્ટીરીયર ક્ષેત્રે આપણા વિદ્યાર્થીઓ દુનિયાભરમાં જઈ પોતાની ફલક વિસ્તારી શકે તે માટે રાજકોટમાં આઈડીટીનું સેન્ટર લાવતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.

જયારે આઈડીટીના ડિરેકટર અનુપમ ગોયલએ જણાવ્યું હતુકે, અમારુ ધ્યેય છે. ફેશન એજયુકેશનને પાયાના લોકો સુધી પહોચાડવું તેમજ નેકસ્ટ જનરેશનના ટેલેન્ટને જન્મ આપી તેની કેરિયર બનાવવી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં આઈડીટીનું સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ સેન્ટર ખૂલતા અમને આનંદ થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.