Abtak Media Google News

૧૩ રાજયોમાં ૧૫ હજાર કીમી લાંબી શકિતયાત્રાનું રાજકોટ ખાતે આગમન

કહો દિલ સે મોદીજી ફીરસે ના મિશન સાથે ૧૩ રાજયોમાં ૧૫ હજાર કી.મી. શકિતયાત્રા બે મહિના ચાલી રહી છે.આ યાત્રાના સ્વપ્નદ્રષ્ટા ભારત ભૂષણજી ટીમ ઇન્ડીયા ના રાષ્ટ્રીય ક્ધવીનર મનીષ બંસલ, રાષ્ટ્રીય સંકલનકાર મોનીકા અરોરા, દીપ્તી સંઘવી (સહ-ઇન્ચાર્જ) કુલવીંદરસિંહ કુપાલ શાહ અને વિવિધ રાજયોમાંથી રપ સ્વયંસેવકો આ શકિતયાત્રામાં સામેલ થયા છે.શકિતયાત્રાના ગુજરાત પ્રભારી હિરલ મોદી, સહપ્રભારી ધર્મેશ જોગીરદારની આગેવાની હેઠળ ગુજરાતમાં શકિતયાત્રાના પ્રવેશ સાથે જ ગામોગામ યાત્રાનું ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે.

રાજકોટમાં આ શકિતયાત્રા કિશાનપરા ચોક આવી પહોચતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષ ભટ્ટ, યાત્રાના રાજકોટના સંકલનકર્તા ડો. પિના કોટક, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, અલ્કાબેન કામદાર, વિનુભાઇ મહેતા, કિરણબેન માંકડીયા, રંજનબેન જેઠવા, મીનાબેન પીઠડીયા, રીટાબેન કાલાવડીઆ, ભાવનાબેન પ્રિતીબેન, શોભનાબેન  સોલંકી, અશોકભાઇ સવજાણી,  દિનેશભાઇ પરમાર, સાગર પરમાર સહિતનાઓએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.

શકિતયાત્રાને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહીલાના મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણી સહીતના સમગ્ર ટીમે શુભેચ્છાઓ આપી હતી. રાજકોટ યાત્રાના દરમ્યાન આશીર્વાદ લેવા માટે સૌ આર્ષ વિદ્યા મંદીર, મુંજકા ગયા હતા જયાં આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત પ.પૂ. સ્વામીજી પરમાત્માનંદ સરસ્વતીજીને હ્રદયથી સૌને આશીર્વાદ અને માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.