Abtak Media Google News

સુપ્રીમના ઠરાવને અવગણીને સરકાર દ્વારા ફેરફાર કરાતા કરણી સેના અને બ્રહ્મ સમાજ દ્વારા આવેદન

એસ.સી./એસ.ટી. એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ઠરાવ બાદ તે ઠરાવમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવતા તેના વિરુધ્ધમાં સુવર્ણ સમાજ દ્વારા રાજકોટ કલેકટરને વડાપ્રધાન મોદીને સંબોધીને શ્રી રાજપૂત કરણી સેના અને બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં રાજકોટ ખાતે શ્રી રાજપુત કરણી સેના તથા બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા એસ.સી./એસ.ટી. એકટમાં સરકાર દ્વારા જે રીતે ફેરફાર કરવામાં આવ્યો તે ફેરફારના વિરોધમાં આગેવાનો દ્વારા કલેકટર રાજકોટને આવેદન આપવામાં આવ્યું અને માંગણી કરવામાં આવી કે એસ.સી./ એસ.ટી. એકટને સુપ્રીમ કોર્ટ દ્વારા જે કરવામાં આવ્યો તેજ માન્ય રાખે એવી માંગણી કરવામાં આવી.

આ તકે શ્રી રાજપૂત કરણી સેનાના જે.પી.જાડેજા, રણજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, સત્યેન્દ્રભાઈ ખાચર, શિવરાજભાઈ ખાચર, અજયસિંહ જાડેજા, શક્તિસિંહ પરમાર, મહાવીરસિંહ ગોહિલ, રાજદીપસિંહ ચુડાસમા, બ્રહ્મ સમાજના મિલનભાઈ શુકલ, હિતેષભાઈ મહેતા, નિલેષભાઈ મહેતા, ગૌરવભાઈ મહેતા, પ્રસન્નભાઈ ભટ્ટ, ગૌરવભાઈ રાવલ, શિવાગભાઈ જોષી, કેયુરભાઈ જોષી અને જય મહેતા વગેરેએ કલેકટરને આવેદન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.