Abtak Media Google News

Table of Contents

ધો.12ના ઓફલાઇન શિક્ષણકાર્યના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 50 ટકાથી વધુ હાજરી: ઓનલાઇન શિક્ષણ પણ શરૂ રખાયું

12 બોર્ડના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઓફલાઇન ભણવા શાળાઓએ પહોંચ્યા: શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો

ગુજરાતમાં કોરોનાના કેસ હવે નહિવત આવી રહ્યા છે અને સ્થિતિ ઘણે અંશે સુધરી ગઈ છે ત્યારે સરકારની મંજૂરીથી શિક્ષણ પણ હવે પાંચ માસ બાદ સંપૂર્ણ અનલોક થયું છે. આજે રાજકોટ જિલ્લામાં ધો.12ના વિદ્યાર્થીઓ ઇત્સાહભેર ઓફલાઇન શિક્ષણકાર્ય સાથે જોડાયા હતા અને પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી જોવા મળી હતી. આખરે પાંચ માસ બાદ ફરી એકવાર પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થતાં શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું.

પાંચ મહિના બાદ રાજ્યભરમાં સ્કૂલો ફરીથી ઓફલાઈન શિક્ષણ માટે શરૃ થઈ છે ત્યારે ધો.૧૨ના વિદ્યાર્થીઓ હાજરી સારી એવી સ્કૂલોમાં દેખાઈ હતી.જો કે હજુ સુધી વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થયુ નથી. પરંતુ ૫૦ ટકાથી વધુ હાજરી નોંધાય હતી.આજથી ૧૫મી જુલાઈથી ધો.૧૨ની સ્કૂલો સાથે તમામ યુજી-પીજી કોલેજો અને ઈજનેરી-ફાર્મસી કોલેજો સહિતની તમામ ટેકનિકલ કોલેજો પણ ઓફલાઈન શિક્ષણ સાથે શરૃ થઈ હતી.ઉપરાંત આજથી ધો.૧૦ અને ૧૨ની રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા પણ શરૃ થઈ છે.આમ આજથી રાજ્યમાં શિક્ષણ પણ સંપૂર્ણ અનલોક થયું છે. સ્કૂલો અને કોલેજો બંનેમાં વિદ્યાર્થીના પ્રવેશ માટે વાલીની લેખિત સંમતિ લેવામાં આવી છે.

શિક્ષકો વિદ્યાર્થીઓના કાઉન્સીલમાં વધુ ધ્યાન આપે: ડી.વી.મેહતા

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મેહતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી ધો.12નું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થયું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ઓફલાઇન ભણ્યા નથી જેથી શિક્ષકો વધુને વધુ વિદ્યાર્થીઓના કાઉન્સિલગ પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેની મુંઝવણો દૂર કરવાનો પ્રયાસ કરે. ખાસ તો હવે આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી શિક્ષણ સાથે જોડાય. આવતા દિવસોમાં ધો. 8 થી 11ના વર્ગો શરૂ થાય તેવી અમારી માંગ છે.

ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ ઉત્સાહીત: વિમલ છાયા

ઉતકર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સના મેનેજીંગ ટ્રસ્ટી વિમલ છાયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખરેખર હું ખૂબ ઉત્સાહ સાથે હર્ષ છે. જેમ કાઈક આનંદદાયક કાર્ય કરવા જઈ રહ્યા હોય અને આગલે દિવસે જેમ ઊંઘ ન આવે તેમ આજે શાળા શરૂ થવાની હતી તેના ઉત્સાહમાં મને રાત્રે ઊંઘ પણ નહોતી આવી. રાતે મનમાં એકજ વિચાર હતો કે ક્યારે સવાર પડે અને ક્યારે કેમ્પસ ધમધમતું થાય. એક વર્ષ કરતા પણ વધારે સમય ગાળા પછી જ્યારે શાળાઓ ફરીથી ઓફલાઇન શરૂ થયું છે. ત્યારે હું ખુબજ ઉત્સાહિત છું. ખાસ કરીને મારે કેવાનું કે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વર્ગો આજથી શરૂ કર્યા છે. ત્યારે 85 ટકા વાલીઓએ પોતાના સંતાનોને શાળાએ મોકલવાની સહમતી દર્શાવી છે. અને એટલાજ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે. સ્વાભાવિક છેકે ઓનલાઇન શિક્ષણના ઘણા ખરાબ પાસાઓ છેલ્લા એક દોઢ વર્ષમાં સામે આવ્યા છે. હું બહુ આશાવાદી માણસ છુ કે અડધો કલાસ ખાલી છે અને અડધો કલાસ ભરેલો છે. પરંતુ અડધો કલાસ ભરેલો તો છેને. વિદ્યાર્થીઓ વિડીયો લેક્ચસર્સના માધ્યમથી એમને ઇનવોલમેન્ટ નહોતું આવતું આંખને લગતા પ્રશ્નો એ લોકોને ઘણા ઉપસ્થિત થયા હતા. તેમજ વિદ્યાર્થીઓમાં મોબાઈલ સેવી દુષણો જોવા મળ્યા હતા. ત્યારે આજથી જે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે એ ખરેખર જરૂરી હતું અને જરૂરી છે. સરકારે જયારે ધોરણ 12ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામા

આવી તેજ દિવસે વર્ગો શરૂ કરવા કે નહીં તે માટે વાલીઓનો રીવ્યુ લેવા ગુગલ લિંક બનાવી હતી. કે કોણ સહમત છે. તો તેજ દિવસે સાંજ સુધીમાં 157 વિદ્યાર્થીઓની સહમતી પણ મળી ગઇ હતી. વિદ્યાર્થીઓને શાળા મુકવા અવવાનો વાલીઓનો મેળાવડો નથી. અને વાલીઓમાં પણ એક વિશ્વાસ છેકે શાળામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ચોકકસથી થઈ રહ્યું છે.

અમે દરેક ગાઈડલાઈનનું પાલન કરીશું અને  કરાવીશું પણ સરકારને વિનંતી કે  પ્લીઝ હવે શાળાઓ બંધ ન કરતા: કૃપાબા

ઉત્કર્ષ સ્કૂલની વિદ્યાર્થીની કૃપાબા જાડેજાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે શાળામાં વર્ગો ફરીથી શરૂ થતાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણમાં ઘણો તફાવત છે. ભણવાની જે ઓફલાઇન મજા આવે છે એવી ઓનલાઈનમાં નથી આવતી. મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધારે ઉપયોગ કરવાથી ઘણું નુકશાન થાય છે. ખાસતો શાળા જેવું વાતાવરણ ઘરે મળતું નથી. ફરીથી શાળાઓમાં વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષ અને ખુશી જોવા મળી રહી છે. આજથી શાળાઓ શરૂ થઈ છે ત્યારે સરકારને એકજ વિનંતી છેકે અમે અમારી સેફટીનું જાતેજ ધ્યાન રાખશું, સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડ લાઈનનું પાલન કરશું પરંતુ પ્લીઝ હવે શાળાઓ બંધ ન કરતા. છેલ્લા દોઢેક વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવતા હતા. પરંતુ તે પહેલા સ્કૂલમાં મિત્રી સાથે બેસીને નાસ્તો કરતા એમની સાથે મસ્તી કરતા હતા. શાળાએ આવતા ત્યારે ગમે તેવી પરીક્ષાનું પ્રેસર હોય એ મિત્રો સાથે હોઈએ તો ઓછું થઈ જતું હતું. એ તમામ દિવસો ઘરે હતા ત્યારે ખૂબ મિસ કરતા હતા.

ઓનલાઈન શિક્ષણમાં ઘણી મુશ્કેલીઓ આવતી પરંતુ હવે  શાળાએ આવવાનો આનંદ: ન્યુએરા સ્કુલના વિદ્યાર્થીઓ

ન્યુએરા સ્કૂલના વિદ્યાર્થીઓએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણ કરતા સ્કૂલે આવીને ઓફલાઇન શિક્ષણ મેળવવાની ખૂબ મજા આવે છે. ઓનલાઇન શિક્ષણમાં નેટવર્ક ઇસ્યુને કારણે અનેક સમસ્યાઓ થતી હતી. ત્યારે હવે શાળાઓ ફસરી શરૂ થતા ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના ન હતો અને શાળાઓ શરૂ હતી ત્યારે ભણવાની ખૂબ મજા આવતી હતી. પરંતુ કોરોના આવતા ઓનલાઇન શિક્ષણ શરૂ હતું પરંતુ ભણવાની જરા પણ મજા આવતી ન હતી. હવે ફરીથી શાળાઓ શરૂ થતાં ભણવાની ફરી મજા આવશે. શાળાએ ભણવા આવવાની મજા જ કંઈક અલગ છે. મિત્રો સાથે મસ્તી કરતા કરતા ભણતા હતા. પરંતુ ઓનલાઇનમાં એ કઈ થતું ન હતું.

ઓનલાઈન શિક્ષણમાં બાળકો જે ગેઝેટસના એડિકટ હતા તે દૂર કરવું શિક્ષકો માટે પડકાર: વૈશાલી મહેતા

ન્યુએરા સ્કૂલના સાયન્સ હેડ વૈશાલી મહેતાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાની પેંડેમીક સ્થિતીને કારણે શાળાઓ બંધ હતી ફક્ત ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. દોઢ વર્ષ જેટલા સમય બાદ 15 જુલાઈથી સરકારી છૂટ આવ્યા બાદ 12માં ધોરણના ઓફલાઇન કલાસ શરૂ કરવામાં આવ્યા છે. શાળામાં તમામ એસોપીનું પાલન કરવામાં આવી રહ્યું છે. શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. 12માં ધોરણમાં હોવાને કારણે બોર્ડનો જે ભાર છે તે ઓફલાઇન શિક્ષણને કારણે 100 ટકા ઓછો થશે. બાળકોમાં પણ અત્યારે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને તકલીફ પડતી  હતી.  ઓનલાઇનમાં બાળકોનું ખાલી નાનકડી સ્ક્રીનમાં મોઢુ જોઈ શકતા હતા. વિદ્યાર્થીઓને બધુ સમજાય છેકે કેમ તેં પણ શિક્ષકો સમજી શકતા ન હતા. હવે આજથી ઓફ્લાઇન શિક્ષણ શરૂ થયું છે તો આ સમય શિક્ષકો માટે કપરો જ છે. ઓનલાઇન શિક્ષણમાં ટીચરો વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણાવતા હતા. જયારે હવે 3- 4 કલાક સતત ઉભું રહીને ક્લાસમાં ભણાવવાનું છે. ઓનલાઇન શિક્ષણ સમયે મોટા ભાગના બાળકો મોબાઈલ કે કોમ્પ્યુટર એડિકટ થઈ ગયા હતા. હવે એ બાળકોને એના એડિકસન માંથી કાઢીને ફરી કલાસના શિક્ષણ તરફ વાળવાના છે તે ઘણું ટફ છે.

સરકારની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો: ડો. કેતન ભાલોડીયા (એસઓએસ સ્કુલ સંચાલક)

અબતક સાથેની વાતચીત દરમિયાન એસઓએસ સ્કુલના  સંચાલક ડો. કેતન ભાલોડીયાએ જણાવ્યું હતુકે આજે લાંબા સમય બાદ  સ્કુલો શરૂ થઈ છે. ધો.12ના વિદ્યાર્થીઓએ આજથી શાળાએ આવવાનું શરૂ કર્યું છે. વાલીઓનાં  સંમતિ  પત્ર સાથે બાળકોને  પ્રવેશ આપવામા આવ્યો છે.  બાળકો-શિક્ષકો અને   વાલીઓમાં અનેરો  ઉત્સાહ જોવા મળે છે. સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને

ભણાવવામાં આવશે. જેમાં માસ્ક  ફરજીયાત, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન, કલાસમાં 50% કેપેસીટી સાથે વિદ્યાર્થીઓને ભણાવવા, કલાસ રૂમને  સેનીટાઈઝ કરવા સહિતની  તકેદારી  રાખવામાં આવશે.

લાંબા સમય બાદ સ્કુલો ખૂલતા વિદ્યાર્થી શિક્ષકોમાં અનેરો  ઉત્સાહ: કેતનભાઈ વઘાસીયા (શુભમ સ્કુલ)

અબતક સાથેની વાતચીત દરમિયાન  શુભમ સ્કુલના કેતનભાઈ વઘાસીયાએ જણાવ્યુંહ તુ કે  આજથી ધો.12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન એજયુકેશનની શરૂઆત થઈ છે. આ નિર્ણય આવકારદાયક છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ પોતાના મિત્રો, શિક્ષકોને મળી રહ્યા છે. પ્રત્યક્ષ શિક્ષણ થકી તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ થઈ શકે. સરકારની તમામ  ગાઈડલાઈનના પાલન સાથે

વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. જેમકે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક ફરજીયાત 50%  બેઠક  વ્યવસ્થા સાથે બાળકોને  ભણાવવામાં આવશે. સાથોસાથ આજે ધો.10નાં રીપીટર વિદ્યાર્થીઓ માટે અમારી શાળામાં કેન્દ્ર છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. તમામ નીતિ નિયમો  ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

ઓનલાઈન શિક્ષણએ ઓફલાઈન શિક્ષણનો પર્યાય ન બની શકે: સરકારનો નિર્ણય આવકારદાયક: કૃષ્ણકાંત ધોળકિયા (ધોળકીયા સ્કુલ સંચાલક)

અબતક સાથેની વાતચીતમાં ધોળકિયા સ્કુલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા એ જણાવ્યુ હતું કે આજે ઘણા લાંબા સમય બાદ પ્રત્યક્ષ શિક્ષણની શરુઆત થઈછે.ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માં આજ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સરકારની ગાઈડલાઈન સાથે સ્કુલ શરુ કરવામા આવી છે. જેમ કે એક ક્લાસરૂમ માં 50 %કેપેસિટી સાથે વિધાર્થીઓને બેસાડવા, સોસિયલ ડિસ્ટન્સનુ પાલન કરવુ, માસ્ક સેનિટાઈઝર ફરજિયાત વગેરે.ઓનલાઈન શિક્ષણ એ ઓફ્લાઈન શિક્ષણનો પર્યાય ક્યારેય ન બની શકે. કારણકે ઑફ લાઈન શિક્ષણ થકી બાળકો શાળા એ આવી અભ્યાસ કરે વાતચિત, વિચારોની આપલે થાય,સમજી શકે.વગેરે.આજે જે બાળકો સ્કુલ ઍ આવ્યા છે તેના વાલીઓના સંમતિ પત્ર સાથે આવ્યા છે.જે વિધાર્થીઓ સ્કુલે નથી આવતા તેમના માટે ઓનલાઈન શિક્ષણપણ આપવા માં આવશે.

ઘણા વિદ્યાર્થીઓતો તેમના શિક્ષકોને પ્રથમ વખત મળી રહ્યા છે: લાલજીભાઈ રાઠોડ

અબતક સાથે ની વિશેષ વાતચીત દરમ્યાન તપોવન સ્કૂલ ના લાલજીભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ સાવચેતીનું તપોવન સ્કૂલ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં આગલા દિવસે વર્ગખંડો અને કરવાથી માંડીને વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવા સુધીની તમામ વ્યવસ્થાઓ તપોવન સ્કૂલ દ્વારા કરવામાં આવી છે દરેક શાળાઓ દરેક સંસ્થાઓ તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ એકબીજાને ખૂબ જ મિસ કરતા હતા જ્યારે આજે સરકાર શ્રી ની પરવાનગી મળ્યા બાદ જ્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાની સમક્ષ આવી અને જ્ઞાન પીરસી રહ્યા છે

ત્યારે કે ઘણા વિદ્યાર્થીઓ તો તેમના શિક્ષકોને આજે પ્રથમ વખત મળી રહ્યા છે અને બધા ખૂબ ઉત્સાહ સાથે આજે શાળાએ આવ્યા છે પહેલા વિદ્યાર્થીઓ વેકેશન માટે ની રાહ જોતા હતા પરંતુ હવે વિદ્યાર્થીઓ શાળા ખોલી આનંદ એ એમના ચહેરાઓ પર જોવા મળી રહ્યો છે કોરોના જેવી પરિસ્થિતિ તો આવે અને જાય પરંતુ આવી પરિસ્થિતિમાં નિરાશ થવાને બદલે તેનું સોલ્યુશન શું છે તે શોધ્યા બાદ તમામ સમસ્યાઓ દૂર થતી હોય છે ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શિક્ષણ પીરસવા છતાં પણ જે ઓફલાઈન એકબીજાની સમક્ષ રહી અને ભણવાનું આનંદ છે કે કંઈક અલગ જ રહેતો હોય છે

ધો.12ની જેમ અન્ય વર્ગો પણ ઝડપથી શરૂ થાય તો શાળાઓમાં ફરી કિલકિલાટ ગુંજશે

ઉપલેટાના  સરદાર વલ્લભભાઈ  પટેલ  ચેરીટે બલ  ટ્રસ્ટ સંચાલિત  શ્રી  વલ્લભ  ક્ધયા  વિદ્યાલયના સંચાલકે  અબતક  સાથે  વાત  કરતા  જણાવ્યું  હતું કે  લાંબા  સમય બાદ  ધોરણ  12નું  ઓફલાઈન  શિક્ષણ  શરુ  થયું  છે. ત્યારે  ધોરણ  12ના  વિદ્યાર્થીઈઓ ઉતસાહ  ભેર  શાળાએ  આવ્યા  હતા. ત્યારે  શાળાના  સંચાલકો  અને  શિક્ષકો  દ્વારા  વિદ્યાર્થીઓને  તિલક  કરીને  આવકારવામાં  આવ્યા  હતા. સરકારની  તમામ  ગાઇડલાઇન  પ્રમાણે  શાળા શરૂ  કરવામાં આવી છે . ત્યારે  વિદ્યાની  દેવી  માં  સરસ્વતી  પાસે  પ્રાર્થના  કરીએ  કે  અન્ય  વર્ગો  પણ  ઝડપથી  શરૂ થઇ  જાય  અને  શાળામાં  બાળકોની  કિલકિલાટ  ફરી ગુંજી ઉઠે .

ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ: સમીર કણસાગરા

કેશોદની  પાઠક સ્કૂલના  ડાયરેકટર સમીર  કણસાગરાએ અબતક  સાથે વાત  કરતા જણાવ્યું  હતું કે  સરકારની સૂચના પ્રમાણે  ધોરણ  12ના  ઓફલાઈન  વર્ગો  ફરી  શરૂ  કરવામાં  આવ્યા  છે. ત્યારે  બાળકો  ઉત્સાહ  અને  આનંદ  સાથે  પ્રથમ  દિવસે  શાળાએ  આવ્યા  હતા. ઘણા  લાંબા  સમયથી  વિસ્યર્થીઓ ઓનલાઇન  શિક્ષણ  મેળવતા  હતા  ત્યારે  આજથી  શાળાઓમાં  વર્ગો  શરુ  થતા  વિદ્યાર્થીઓમાં  ઉત્સાહ  જોવા  મળ્યો  હતો. જે  રીતે  ધોરણ  12ના  વર્ગો  શરુ  થયા  છે  તેમ  અન્ય  ધોરણના  વર્ગો  પણ  ઝડપથી  શરુ  થાય  તો  વિદ્યાર્થીઓને  એક  યોગ્ય  પ્લેટફોર્મ  શાળામાંથી  મળી રહેશે.

શાળાઓમાં એસઓપીનું ચુસ્તપણે પાલન કરાશે: નિલેશભાઈ સેંજલીયા (મોદી સ્કૂલ)

રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ તેમજ કોરોના ગાઈડલાઇન્સ એસ.ઓ.પી ની તકેદારી સાથે અમે ફરીવાર શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ વિધિયાર્થીઓ શાળામાં પ્રવેશ કરે ત્યારે હાથ સેનિટાઈઝ કરવી તેમનું થર્મલ ગંન વળે ટેમ્પરેચર તપાસી ત્યાર બાદ વર્ગખંડ માં બેસાડવામાં આવે છે. વર્ગખંડ માં સોશિયલ ડિસ્ટન્સ નિયમ અનુશાર વિધિયાર્થીઓ ને 50 ટકા ક્ષમતા સાથે બેસાડવામાં આવ્યા છે. અમારા તમામ શિક્ષકોએ અને શાળા સ્ટાફ એ વેકસીના ના બને ડોઝ લઈ લીધા છે. જેથી વિધિયાર્થીઓ ને અભ્યાસ કરાવતા સમય સલામતી જળવાઈ રહે. વિધિયાર્થીઓ એ શાળા માં ફરી અભ્યાસ શરૂ થતાં ખૂબ આનંદ ની લાગણી નુભવી છે.

શાળામાં હેન્ડ સેનેટાઈઝનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે વોશરૂમ ખાતે સાબુ ની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વર્ગખંડ બહાર પણ સેનેટાઈઝર રાખવામાં આવ્યા છે. વાલીઓને મારી નમ્ર અપીલ છે તેઓ વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે વહેલી તકે મોકલવાનું શરૂ કરે.

કોલેજોના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારતા પીવીસી દેસાણી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂઆત થઇ ચુકી છે. જેમાં રાજ્ય સરકારની સૂચના મુજબ વાલીઓના સંમતિપત્ર સાથે અને એક વર્ગખંડમાં 50% ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ધોરણ 12માં કુલ 40,000થી વધુ વિદ્યાર્થીઓ છે જે પૈકી 30,000થી વધુ વિદ્યાર્થીઓ આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દીધું છે. આજે કોલેજોમાં ગુલાબની પાંદડીનો વરસાદ કરી વિદ્યાર્થીઓને

આવકાર્યા હતા. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કેટલીક કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર હોવાથી ફૂલટાઇમ અભ્યાસ અશક્ય છે. આ માટે કેટલીક કોલેજો એક સપ્તાહ પછી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિએ ડી.એચ. કોલેજમાં જઈ ગુલાબના ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ કોલેજોની વાત કરવામાં આવે તો આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ ભવનોની અંદર સરકારની ગાઇડલાઈન મુજબ ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આજથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થવાથી કેટલીક કોલેજોમાં ફૂલટાઇમ ઓફલાઇન શિક્ષણ શક્ય નથી. માટે કેટલીક કોલેજોએ એક સપ્તાહ પછી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા નિર્ણય કર્યો છે. તો કેટલીક કોલેજોએ પ્રેક્ટિકલને પ્રાયોરિટી આપી લેબમાં પ્રેક્ટિકલ અભ્યાસ શરુ કર્યો છે.

ધો.12 બાદ હવે ધો.9 થી 11 ને પણ સરકાર પરવાનગી  આપે તેવી આશા છે: ગૌરવભાઈ પટેલ

અબતક સાથે ની વિશેષ વાતચીત દરમ્યાન સર્વોદય સ્કૂલ ના ગૌરવભાઈ પટેલ એ જણાવ્યું હતું કે સરકાર ની ગાઈડ લાઈન મુજબ આજ થી અમારી શાળા માં ફરી થી ધોરણ 12 નું ઓફ લાઈન ભણતર આજ થી શરૂ કરવામાં આવ્યું છે ખરી રીતે જ્યારે ઓફ્લાઈન શિક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ ઓનલાઇન શિક્ષણ તરફ મળવાનું થયું ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ઓનલાઇન શિક્ષણના માધ્યમ ને પોતાના ભણતરનું એક માધ્યમ બનાવી લીધો પરંતુ વાલીઓનો ખાસ આગ્રહ રહે છે કે તેમનું બાળક શાળાએ જઈ અને શિક્ષકો સાથે પોતાના ભણતર નું ભાથું બાંધે અને આટલા લાંબા સમય બાદ જ્યારે લાઈવ એજ્યુકેશન ફરીથી શરૂ થતું હોય ત્યારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ખૂબ જ ઉત્સાહ સાથે આજે શાળાએ આવ્યા છે અને જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે જ ગન દ્વારા તેમનું ટેમ્પરેચર માપવામાં આવ્યું તથા તેમને સેનેતાઈઝ કરી અને ત્યારબાદ જ શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યા હતા અને અગાઉ પણ શાળાના તમામ વર્ગખંડો એ સંપૂર્ણપણે સેનેટાઇઝ કરી દેવામાં આવ્યા છે તથા તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પત્ર પણ લેવામાં આવ્યો છે કે તેમ નું બાળક શાળાએ આવી શકે તે માટે તથા શાળામાં પ્રાર્થના સભા કે એવા કોઈપણ કાર્યક્રમ કે જેમાં વિદ્યાર્થીઓ એક સાથે એકઠા થતા હોય તે હાલમાં સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે તેમજ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડોમાં બેસાડવામાં આવ્યા છે તથા હાલમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અગત્યના વર્ષ કહી શકાય એટલે કે બોર્ડ ધોરણ 10 અને 12 જેમાં માત્ર હાલમાં ધોરણ 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં ધોરણ 9થી 11 ને પણ સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવે

સંચાલકો-શિક્ષકો-વિધાર્થીઓની આતુરતાનો અંત: પરેશભાઈ કપુરીયા

ભૂષણ સ્કૂલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પરેશભાઈ કપુરીયાએ કહ્યું હતું કે, લાંબી રાહ બાદ આજે ફરીવાર શાળા ખાતે વિદ્યાર્થીઓનું આગમન શરૂ થયું છે ત્યારે શાળા સંચાલકો-શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન શિક્ષણથી ક્યાંક વિદ્યાર્થીઓ પણ કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે રાજ્ય સરકારે જે છૂટછાટ આપી છે તે ખૂબ જ સરાહનીય છે. આજથી શાળા શરૂ કરતા પૂર્વે જ આગમચેતીના ભાગરૂપે આખું સંકુલ સેનીટાઈઝ કરાયું છે, શાળા ખાતે આવતા તમામ બાળકોનું થર્મલ સ્કીનિંગ, સેનીટાઈઝ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી રીતે બેસાડવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે છે.

શાળાના તમામ શિક્ષકોએ વેકિસનના બંને ડોઝ લીધા છે : કાજલબેન શુક્લ (જીનિયસ સ્કૂલ)

વર્ગખંડ માં સોશિયલ ડિસ્ટન્સ નિયમ અનુશાર વિધિયાર્થીઓ ને 50 ટકા ક્ષમતા સાથે બેસાડવામાં આવ્યા છે. અમારા તમામ શિક્ષકોએ અને શાળા સ્ટાફ એ વેકસીના ના બને ડોઝ લઈ લીધા છે. જેથી વિધિયાર્થીઓ ને અભ્યાસ કરાવતા સમય સલામતી જળવાઈ રહે. વિધિયાર્થીઓ એ શાળા માં ફરી અભ્યાસ શરૂ થતાં ખૂબ આનંદ ની લાગણી નુભવી છે.રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ તેમજ કોરોના ગાઈડલાઇન્સ એસ.ઓ.પી ની તકેદારી સાથે અમે ફરીવાર શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ વિધિયાર્થીઓ શાળામાં પ્રવેશ કરે ત્યારે હાથ સેનિટાઈઝ કરવી તેમનું થર્મલ ગંન વળે ટેમ્પરેચર તપાસી ત્યાર બાદ વર્ગખંડ માં બેસાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.