Abtak Media Google News

‘ધર્મનિરપેક્ષતા’ સિધ્ધાંતને આપણો દેશ વળગી બેઠો છે, જેણે એને પારાવાર નુકશાન પહોચાડયું છે: પુનરાવલોકન અનિવાર્ય !

આપણો દેશ હિન્દુસ્તાન,

સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા.

મહાત્માગાંધીજી એને ‘હિન્દ’ કહેતા હતા.

આ બધામાં ‘હિન્દુધર્મ’નો ઘોષ છે.

‘આઝાદી’ મળી તેની સાથે જ એના બે ભાગલા થયા હતા એક ભારત અને બીજું પાકિસ્તાન. સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ જે મહાપુરૂષોએ કર્યું હતુ તેમાં મહાત્મા ગાંધી મોખરે છે.

હિન્દુસ્તાનના ભાગલા વખતે બે મુખ્ય રાજકીય પક્ષો હતા એક કોંગ્રેસ પક્ષ અને બીજો મુસ્લીમ લીગ. મુસ્લીમ લીગના મુખ્ય નેતા મહમ્મદઅલી જીન્નાહ હતા. તે વખતે ભારતની જનસંખ્યા ૩૩ કરોડ હતી. મુસ્લીમ લીગે મુસ્લીમ કોમ માટે અલગ રાષ્ટ્રની માગણી કરી હતી.

મહાત્મા ગાંધી હિન્દુસ્તાનના વિભાજનના વિરોધી હતા. જબરા રાજકીય સંઘર્ષ બાદ અને તે વખતની બ્રિટીશ સલ્તનતના કૂડકપટ તથા રાજકીય ખેંચતાણને અંતે હિન્દુસ્તાનના ભાગલા થયા હતા. એ વખતની પરિસ્થિતિ જ એવી હતી નહેરૂ-વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલકલામ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ દેશના ભાગલાની દરખાસ્તમાં સંમત થયા હતા.

એ પછી નીતિ વિષયક ચર્ચાઓ થઈ અને નિર્ણયો લેવાયા તેમા ભારત માટે બિનસાપ્રદાયિકતા (ધર્મનિરપેક્ષતા)ના આદર્શ (સિધ્ધાંત)નો ઘાટ ઘડાયો હતો. ત્યારબાદ એક પછી સરકારો આવી અને આ દેશનું શાસન ચલાવ્યું હતુ છેક પંડિત જવાહરલાલ નહેરૂથી માંડીને શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારો આવી ગઈ.

અત્યારે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ પ્રેરિત એનડીએ સરકારનું શાસન છે. ભારતમાં સુવર્ણયુગ સર્જવા એ કટિબધ્ધ છે. એની સામે પડકારો ડોળા ફાડીને બેઠા છે.

એટલામાં આ દેશની સામે એક યુગલક્ષી ઉદ્યોગપતિએ એવો સનસનીખેજ સવાલ ઉઠાવ્યો છે કે, ‘બિનસાંપ્રદાયિકતા’ના સિધ્ધાંતે આપણા દેશનું નખ્ખોદ કાઢી નાખ્યું છે. આ સિધ્ધાંત મુસ્લીમ લીગ અને આઝાદી પહેલાની અંગ્રેજી સલ્તનતનાં છૂપાં કારસ્તાનને કારણે સ્વાતંત્ર્ય વખતની રાજનીતિ હેઠળ અપનાવાયો હતો.

તે વખતે અપનાવાયેલા બંધારણમાં પાયારૂપ જે ત્રણ સિધ્ધાંતો હતા તે, ‘લોકશાહી’ સમાજવાદી સમાજરચના અને બિનસાયપ્રદાયિકતા-ધર્મનિરપેક્ષતા હતા.

કમનશીબે એ ત્રણેય અત્યારે ઘરે અંશે નિષ્ફળતા પામી ચૂકયા છે. આ ટાંકણે એક યુવા ઉદ્યોગપતિએ મહત્વની વાતચીતમાં એવો ધડાકો કર્યો છે કે, ધર્મ નિરપેક્ષતા બિન સાયપ્રદાયીકતાએ આપણા દેશનું નખ્ખોદ કાઢ્યું છે. આપણા દેશને એનાથી કશો જ લાભ મળ્યો નથી. આપણા દેશના કોઈપણ મહત્વના યુગલક્ષી પ્રોજેકટોમાં એ પૂરાપૂરા વિરોધ સાથે આડખીલીરૂપ બનેલ છે.

આને લગતા એક રોમાંચક વિડિયો દ્વારા સ્પષ્ટ પણે દર્શાવાયું છે કે, વિશ્ર્વના કોઈપણ આગેવાન દેશો-અમેરિકા, બ્રિટન, ફ્રાંન્સ, કેનેડા, જર્મની, સાઉદી અરેબિયા તેમજ યૂરોપ-એશિયાના દેશોમાં કયાંય બિનસાયપ્રદાયિકતા (ધર્મનિરપેક્ષતા)નો સિધ્ધાંત છે જ નહિ.

જયારે જયારે વિશ્ર્વકક્ષાની યુનિવર્સિટી, સંશોધનકેન્દ્ર, હોસ્પિટલ કે ઉદ્યોગ ધંધાના યુગલક્ષી વિકાસની દરખાસ્તો રચાય છે તે દરેક બાબતમાં ‘ધર્મ’ અને સાંપ્રદાયિકતાનો મુદ્દો ઉઠાવતા રહીને બિન હિન્દુ પરિબળોએ એનો દબાણપૂર્વક વિરોધ કર્યો છે. આવી માનસિકતા અનેક વર્ષોથી અહી ચાલી આવે છે. વિકાસ-યોજનાઓને એણે નાકામિયાબ બનાવવાની તરકીબો અજમાવાતી રહી છે. અમેરિકા અને અન્ય દેશોએ આપણી વિકાસ યોજનાઓ માટે મંજૂરી નથી આપી અમારા વડીલોએ સ્ટીલ ઉદ્યોગના વિકાસ અર્થે મંજૂરી માગી તે નકારવામાં આવ્યાની હકીકતો કોઈથી અજાણ નથી.

વેટિકનમાં પોપને જે કાંઈ નવી ધાર્મિક કામગીરી કરવાની હોય ત્યારે એને માટે કોઈની પાસે રજૂઆત કરવાની કે કશીજ મંજૂરી માગવાની હોતી નથી. આવું જ બીજા બધા દેશોમાં પ્રવર્તે છે. એક આપણા ભારતમાં જ એને લગતી સલાહ સૂચના અને વાર્તાલાપ અને મંજૂરીનો ઢાંચો છે.

આવું શું કામ છે? આપણા દેશમાં જ આપણા મંદિરો-દેવાલયો વગેરેની બાબતમાં કોઈપણ નવાજૂની કરવાની હોય ત્યારે આવી બધી વિધિઓમાંથી પસાર થવું પડે છે ? આ બધાં કારણનાં મૂળ બિનસાંપ્રદાયિકતામાં છે. આપણા દેશમાં ‘બિન સાયપ્રદાયિકતા’ના સિધ્ધાંતને આગળ ધરીને બહુમતિ હિન્દુઓ, આદિવાસીઓ, દલિતો વગેરેને તેમની ધાર્મિક પ્રથાઓ તેમજ પ્રણાલીકાઓમાં વિક્ષેપ પડે છે.

અન્ય કોઈ પણ દેશમાં ધર્મ-સંપ્રદાયના મુદ્દે કશા જ બંધ કે અવરોધ નથી. એકલો આપણો દેશ જ આ અંગેની બળતરાથી પીડાય છે.

જો આપણો દેશ મલ્ટીકલ્ચરલ મલ્ટી રિલિજિયન ન હોત તો આજે એની આવી પરાધિન હાલત ન હોત!

આપણા દેશનાં ૯૦ ટકા મુસ્લીમો આનો લાભ ઉઠાવે છે. રાજકારણમાં પણ મુસ્લીમો પાસે દબાણનું શસ્ત્ર રહે છે. ‘રામમંદિર’ નિર્માણનો કકો કલ્પનામાં ન આવે એટલા લાંબા વખતથી ઘૂંટાતો રહ્યો છે.

રામમંદિરનો મુદ્દો ધાર્મિક છે. એની બાબતમાં શુ કરવું અને શું શું વિચારવું એ હિન્દુકોમના સંબંધિત લોકોએ જોવાનું છે. એમાં વાટાઘાટો, ચર્ચાઓ, કાનૂની લડાઈ કે સ્પર્ધા શું કામ આડે આવે ? જો ‘બિન સાંપ્રદાયિકતા’નો સિધ્ધાંત ન હોય તો આવી સ્વતંત્રતા ન છીનવાય !

મદનમોહન ભારતના વિખ્યાત ચિંતક, સમાજ સુધારક શ્રી માલવિયજીએ છેક ૧૯૪૫મા હિન્દી મેગેઝીન ‘કલ્યાણ’માં લખેલા એક લેખમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે જો મુસ્લીમોએ આ દેશમાં રહેવું હશે તો તેમણે શાંતિપૂર્વક રહેવું પડશે અને હિન્દુ ધર્મનો આદર કરવો પડશે અને હિન્દુઓનાં પૂજા ગૃહો, મંદિરો અને દેવાલયોને ભ્રષ્ટ નહિ કરી શકાય તેમણે ધાર્મિક સ્વતંત્રતા, સંસ્કૃતિ જીવનની પવિત્રતા તેમજ સ્ત્રીઓનાં સતીત્વનો આદર કરવા પડશે…

અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તિલહારીએ એક ચૂકાદામાં જણાવ્યું હતુ કે, ‘આ મહાન દેશમાં જેમણે જન્મ લીધો છે એ બધા હિન્દુઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.