Abtak Media Google News

ગુજરાતભરથી ખેલાડીઓ સિલેક્શન માટે આવ્યા

ભુવનેશ્વર ખાતે યોજાશે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટ, ગુજરાતમાંથી 16 ખેલાડીઓની થશે પસંદગી

રાજકોટ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટ માટેની પસંદગી કઈ હતી તેમાં ગુજરાત ભરના પોસ્ટ ઓફિસના બેડમિન્ટન રસ્તા ખેલાડીઓ હાજર રહ્યા હતા. ભુવનેશ્વર ખાતે પોસ્ટના કર્મચારીઓ માટે ઓલ ઈન્ડિયાની બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે જેમાં ગુજરાતમાંથી 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. માટે આજે સિલેક્શન યોજાયું હતું.

મનુષ્યએ પોતાના સ્વાસ્થ્યને સારી રીતે જાળવવા માટે કોઈપણ રમત રમવીએ આવશ્યક છે ત્યારે હવે સરકારી કચેરીમાં પણ વિવિધ ખેલ રમાવવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. પછી તે પોસ્ટ વિભાગ હોય કે અન્ય કોઈ. હાલ પોસ્ટ વિભાગ બેડમિન્ટન ટુર્નામેન્ટ પોતાના કર્મચારીઓ માટે યોજી રહી છે જેના માટેનો સિલેક્શન રાઉન્ડ સમગ્ર ગુજરાત માટેનો રાજકોટ ખાતે યોજાયો હતો અને આ બેડમિન્ટન ટુર્નામેન્ટ નો ફાઇનલ ભુવનેશ્વર ખાતે આગામી વર્ષમાં યોજાશે.

ઓફિસના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારના આયોજન સમયાંતરે થતા રહે તો ઘણા ફાયદા કર્મચારીઓને પણ પહોંચશે અને તેઓનું સ્વાસ્થ્ય પણ સુધરશે. એટલું જ નહીં કર્મચારીઓ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ રમવા માટે અન્ય કર્મચારીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે અને આવનારા સમયમાં વધુ કર્મચારીઓ આ પ્રકારની ટુર્નામેન્ટમાં જોડાઈ તે માટે અભિયાન પણ ચલાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.