Abtak Media Google News

સેમિનારમાં દેશના નિષ્ણાંત ન્યુરોસર્જનોએ ઉપસ્થિત રહીને વિવિધ રોગો પર માર્ગદર્શન આપ્યું

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા રાજ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી ગઈકાલે ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી વિશે તબીબો માટેના ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં આઈ.એમ.એ.રાજકોટના સભ્ય તબીબોને બ્રેઈન ટયુમર, માથાની ઈજા, આંચકી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. સ્પીડવેલ હોલ, બી.ટી.સવાણી હોસ્પિટલ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાયેલ એક સેમીનારમાં મગજના રોગ અંગે દેશભરમાંથી આવેલા નિષ્ણાંત ન્યુરો સર્જનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

આઈએમએના સભ્ય તબીબો માટેના આ સેમીનારમાં બોમ્બે હોસ્પિટલ-મુંબઈના ન્યુરોસર્જરી વિભાગના હેડ ડો.કેકી તુરેલ, હૈદરાબાદની ક્રિષ્ના હોસ્પિટલના ન્યુરોસર્જરી-સ્પાઈન સર્જરી, સ્ટ્રોક યુનિટના સિનિયર ન્યુરોસર્જન ડો.માનસ પાનીગ્રહી, રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.પ્રકાશ મોઢા, ન્યુરોલોજીસ્ટ ડો.ત‚ણ ગોંડલીયા, ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી વિશે માહિતી આપી હતી. ડો.કેકી તુરેલ બ્રેઈન ટયુમર વિશે ડો.રાજેન્દ્ર ત્રિવેદી માથાની ઈજા વિશે ડો.પ્રકાશ મોઢા મણકાની ઈજા વિશે, ડો.ત‚ણ ગોંડલીયા આંચકીના રોગમાં દવાથી સારવાર તથા ડો.માનસ પારીગ્રહી આંચકીના રોગમાં સર્જિકલ સારવાર ક્ષેત્રે વિશ્ર્વકક્ષાએ અદ્યતન શોધ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમીનારમાં આઈએમએ રાજકોટના સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન બ્રાંચ રાજકોટ દ્વારા આજે રાજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ડો.રાજેન્દ્ર ત્રિવેદી ન્યુરોસર્જનના સહયોગથી આઈ.એમ.એ.ના ડોકટર્સ માટે ન્યુરોસર્જરી અને ન્યુરો આઈપીલેપસી માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી એ ફાયદો છે કે બીજા બધા બ્રાંચના ડોકટર્સ છે કે જનરલ પ્રેકટીસનર છે તે બધા ડોકટરોને પણ આ બ્રાંચ વિશે નોલેજ આવે અને જયારે પણ કોઈ દર્દી તેમની સામે કમ્પલેન લઈને આવે. જેમ કે માથાનો દુખાવો, ઉલ્ટી તો તે લોકો યોગ્ય સમયે ન્યુરોસર્જનને રીફર કરી અને દર્દીને રાહત‚પ થઈ શકે છે તો આ એક નોલેજ ફેલાવવા માટે અને એ જાગૃતિ સેમીનારનું ડોકટરો માટેનું આયોજન કરેલું છે.

અબતક સાથેની ખાસ મુલાકાતમાં આયોજક ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન અને રાજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી અમારા જે ૧૮૦૦ જનરલ પ્રેકટીસર્સ છે. તેમને આ અંગે સારું બ્રેઝીક નોલેજ મળે કે જેને મગજની ગાંઠ શું કહેવામાં આવે છે. લમ્સ એનું નામ રાખવામાં આવ્યું છે કે જેના પ્રાથમિક ચિન્હો શું-શું છે ? એની સારવાર શું-શું ? લેટેસ્ટ ટેકનોલોજી શું છે ? એની અંદર જનરલ પ્રેકટીસર્સ કયાં એમાં હેલ્થફુલ થઈ શકે એનો એવો વિષય પણ છે. બીજુ કે આ વાહન અકસ્માત માટે માથાની ઈજા અને કરોડરજુની ઈજા માણસોમાં આજે વધારે પ્રમાણમાં આપણે ત્યાં જોવા મળે છે. અકસ્માતનું જે પ્રમાણ છે એ અહીંયા આપણે ૧ લાખ જેટલું રાજકોટમાં આવે છે.

હવે દરરોજનું જો સમજીએ તો એની અંદર એક મૃત્યુ થાય છે. રોડ, ટ્રાફિક એકસીડન્ટને લઈને તે અટકાવવા માટે જ‚રી છે. ૧ વર્ષની અંદર ૩૭૫ લોકો રોડ ટ્રાફિક એકસીડન્ટને લીધે મરી જાય છે. એનું જે નોલેજ છે.

એ કેવી રીતે થાય છે અને તે કેવી રીતે પ્રીવેન્ટ કરી શકે છે અને મેનેજમેન્ટ છે તે એકયુટ કેસની અંદર શું એટ ધ ટાઈમ ઓફ એકસીડન્ટ પછી એને ઈમરજન્સી ‚મમાં અને મેનેજમેન્ટ ઈન આઈસીયુ આ બધુ ઈમ્પોર્ટન્ટ છે.

ઓપરેશન પણ ૧ કલાકમાં થઈ જાય એને ગોલ્ડન હવર્સ કહેવામાં આવે છે. આ રીતના ઝડપી અકર-માપની અંદર ઈજા થતી હોય ત્યારે માણસનું મગજ જે છે ગરદન જે છે છાતી છે અને પેટ આ બધી વસ્તુને ફટાફટ જોઈએ અને તેની સારવાર કરી શકે તેની માહિતી આપવાનો આ સેમીનારનો ઉદેશ્ય છે તેમ ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.