Abtak Media Google News

નિફટીમાં પણ તોતીંગ ઉછાળા: રૂપીયો મજબુત

ધુળેટીના પર્વ પૂર્વે આજે ભારતીય  શેર બજારમાં તેજીના રંગ જોવા મળ્યા હતા સપ્તાહના આરંભે ઉઘડતી બજારે  સેન્સેકસે 60 હજારની  સપાટી ઓળંગી હતી.નિફટીમાં પણ તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર  સામે ભારતીય  રૂપીયામાં મજબૂતી જોવા મળી હતી.

આજે મુંબઈ શેર બજારનાં બંને આગેવાન ઈન્ડેકસ જોરદાર  ઉછાળા સાથે ખૂલ્યા હતા ઉઘડતી બજારે સેન્સેકસે 60 હજારની  સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો. સેન્સેકસે  60422.42 પોઈન્ટની  ઉપલી સપાટી ઈન્ટ્રાડેમાં હાંસલ કરી હતી જયારે નીચલી સપાટીએ   60005.65 પોઈન્ટએ પહોચ્યો હતો.

જયારે નિફટીમાં પણ તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી આજે  17794.45ની સપાટીએપહોચી ગઈ હતી જયારે નિચલી સપાટીએ   17671.95 એ પહોચી જવા પામી હતી. નિફટી મીઠડકેપ ઈન્ડેકસ અને બેંક નિફટીમાં  ઉછાળા જોવા મળ્યા હતા બૂલીયન બજારમાં પણ તેજી રહેવાપામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો રહ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ  641 પોઈન્ટના ઉછાળા સાથે  60450 પોઈન્ટ પર અને નિફટી  185 પોઈન્ટના ઉછાળા સાથે  17780 પોઈન્ટ પર કામકાજ  કરી રહ્યા છે.જયારે અમેરિકી ડોલર સામે 17 પૈસાના ઉછાળા સાથે  81.80 રૂપીયા પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.