Abtak Media Google News
  • હજી તો 10% લોકો પણ ભારતમાં શેરબજારમાં રોકાણ કરતા નથી, આ આંકડો 50% પહોંચશે તો શું થાય?
  • અગાઉ શેરબજારને સટ્ટાબજારની જેમ જોવાતું હવે લોકો  એક રોકાણની દ્રષ્ટિએ જુએ છે

સેન્સેક્સ 75000ની સપાટી વટાવી ચૂક્યો છે. આ તો હજી શરૂઆત છે એમ કહી શકાય કે, એ તો અભી ઝાંખી હૈ પિક્ચર અભી બાકી હૈ.ભારત જેવા દેશમાં 140 કરોડની વસ્તીમાં હજુ 8 થી 10% લોકોની પણ ભાગીદારી શેર બજારમાં જોવા મળતી નથી. જ્યારે અન્ય દેશોમાં આ આંકડો ક્યાંય વધારે જોવા મળી રહે છે. ખાસ કરીને વિકસિત દેશોમાં આ આંકડો ખૂબ વધારે છે. ભવિષ્યમાં પણ 8 થી 10%ને બદલે 25%થી લઈને 50% લોકો પણ જો શેરબજારમાં કોઈ પણ પ્રકારે નાનું મોટું રોકાણ કરશે અથવા તો રોકાણ વધારશે તો સેન્સેક્સ લાખોમાં બોલાશે.

શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મહિને એસઆઈપીમાં 19,000 કરોડથી વધુ આવી રહ્યું છે. આ આંકડો ખૂબ જ મોટો થશે. આ રોકાણ પણ શેર બજારમાં ઠલવાઈ રહ્યું છે અને આગળ જતા ઠલવાશે.

આમ, જોવા જઈએ તો શેરબજાર એક ફૂલી ઓર્ગેનાઇઝડ બજાર છે .બીજી બજારો કરતા ટેકનોલોજીમાં ઘણું આગળ છે. વિશ્વના અનેક દેશો કરતા ભારતના શેરબજારો ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણા આગળ છે.

હવે તો શેરબજારમાં વેચેલા શેરોના નાણા 24 કલાકમાં મળી જાય છે. જે આગળ જતા શેઇમ ડે મળી જશે એટલે કે રોકાણ છૂટું કરતા ફક્ત કલાકો થશે.આ બીજી બજારોમાં ક્યારેય શક્ય નથી સિવાય કે બેંકની ડિપોઝિટ.

બેંક ડિપોઝિટસ કરતા રિટર્ન પણ ખૂબ જ સારું શેર બજાર આપી રહી છે. શેરબજાર સિવાયના કોમોડિટીઝ બજારોમાં પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નજીકના ભવિષ્યમાં અનેક નવા વાયદાઓ ભારત સરકાર શરૂ કરવા જઈ રહી છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આગામી 10 વર્ષ શેરબજારના છે. અસંખ્ય આઈ.પી.ઓ આવશે. બજારમાં તેજીનું વાતાવરણ બનશે. વોડાફોન  આઈડિયા જેવી કંપની પણ એફપીઓ લાવી રહી છે. દેશની કંપનીઓ બજારમાંથી નાણા એકત્ર કરવા પ્રાયમરી માર્કેટમાં એફપીઓ અને આઈપીઓ લાવશે અને શેરબજારની તેજી ભારતનું અર્થતંત્ર મજબૂત બનાવશે.

આગામી સમયમાં રોકાણકારો શેરબજારમાં રોકાણ વધારશે. લોકોનું શેર બજારનું અભિગમ બદલાઈ રહ્યો છે. અગાઉ શેરબજારને સટ્ટાબજારની જેમ જોવાતું હવે લોકો શેરબજારને એક રોકાણની દ્રષ્ટિએ જુએ છે અને રોકાણ કરવાના એક સારા ટુલ્સ તરીકે શેરબજારને જોઈ રહ્યા છે જે ખૂબ જ સારી વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.