Abtak Media Google News

કોરોનાના કપરાકાળમાં ગરીબ પરિવારજનોને માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હવે મા, મા અમૃતમ-વાત્સલ્યમ્ તથા આયુષ્યમાન ભારત કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે.

ખાનગી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તોની રૂપિયા 50 હજાર સુધીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે

સરકારના આ સંવેદનશીલ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મળશે મોટી રાહત મળશે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરાયો છે. હાલ કોરોના વાયરસની બીજી લહેરમાં રાજ્યભરમાં કરફ્યૂ તેમજ દિવસ દરમિયાન લોકડાઉન જેવા કડક નિયમો લદાયેલા છે. આ પરિણામ સ્વરૂપ નાના ધંધા રોજગાર ઉદ્યોગ બંધ છે. આવા કપરા સમયે ગરીબ, મધ્યમ વર્ગીય લોકોને રાહત મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સામે થતા સારવાર ખર્ચમાં રાહત મળશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.