Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સિનિયર સીટીઝન, વિકલાંગ અને દિવ્યાંગો માટે અલગ દવાબારી શ‚ કરવા અંગે સિવિલ કાઉન્સેલર જયંત ઠાકરે હોસ્પિટલના સુપ્રિ.અધિક્ષકને રજુઆત કરતા રજુઆતને સફળતા મળી છે.

Advertisement

સૌરાષ્ટ્રની મુખ્ય સૌથી કાર્યરત રાજકોટ પીડીયુ સરકારી સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકર એક નિવેદનમાં જણાવે છે કે, અહીં સિવિલ હોસ્પિટલમાં ગામે-ગામ શહેરમાંથી અસંખ્ય દર્દીઓ સારવાર લેતા આવતા હોય છે. સારવાર લીધા બાદ ડોકટરો દવાઓ લખી આપે છે. અહીં દવાબારી કુલ-૭ છે પણ બધી જનરલ દવા બારીઓ હતી.  સિનિયર સીટીઝન-વિકલાંગ-દિવ્યાંગ માટે અલગ દવાબારી નહોતી, એકથી દોઢ કલાક સુધી દવા લેવા લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. આવી પરિસ્થિતિમાં આવા દર્દીઓ મો વ્યાપક પાને રોષ હતો. અા પ્રશ્ર્ન અત્યંત હઠીલો હતો ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિ.અધિક્ષક ડો.મનીષભાઈ મહેતા સમક્ષ રજુઆત કરતા મુલાકાત બાદ અંતે સીટીઝન-વિકલાંગ-દિવ્યાંગ દર્દીઓ માટે હવેથી દવાબારી અલગ શ‚ કરી આપેલ છે. દર્દીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળેલ છે. આમ આ વિવાદાસ્પદ પ્રશ્ર્ન ઉકેલાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.