Abtak Media Google News

જિલ્લા ચૂંટણી અધિકારી, રિટર્નીંગ ઓફિસરો, ઓબ્ઝર્વર, નોડલ ઓફિસરો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

નવી કલેકટર કચેરી ખાતે આજે સ્ટાફ અને ઈવીએમ મશીનનું સેક્ધડ રેન્ડમાઈઝેશન યોજાયું હતું. આ તકે ઈલેકશન કમિશનના ઓબ્ઝર્વરો પણ ઉપસ્થિત રહ્યા હતા. રેન્ડમાઈઝેશનમાં ઈવીએમ કયા મતદાન મથકમાં જશે અને સ્ટાફને કઈ બેઠકમાં ફરજ બજાવવાની થશે તે નકકી થયું હતું.

Advertisement

રાજકોટ જિલ્લાની આઠેય બેઠકો ઉપરના ૯૫૦૦થી વધુનાં ચુંટણી સ્ટાફને કઈ બેઠક પર ફરજ બજાવવાની થશે તેનું કોમ્પ્યુટર સોફટવેરમાં રેન્ડમાઈઝેશન કરાયું હતું. આ ઉપરાંત કયું ઈવીએમ કયા મતદાન મથકમાં રખાશે તેનું પણ રેન્ડમાઈઝેશન કરાયું હતું. ઈવીએમ મશીનનું આ અંતિમ રેન્ડમાઈઝેશન હતું. જયારે સ્ટાફનું આગામી દિવસોમાં વધુ એક વખત રેન્ડમાઈઝેશન કરવામાં આવશે.

જેમાં સ્ટાફને કયા મતદાન મથકમાં ફરજ બજાવવાની થશે તે નકકી થાશે.  અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાં ૬૮-રાજકોટ પૂર્વમાં ૨૪૪, ૬૯-રાજકોટ પશ્ર્ચિમમાં ૩૦૦, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૨૨૦ અને ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૪૬, ૭૨-જસદણમાં ૨૫૬, ૭૩-ગોંડલમાં ૨૩૫, ૭૪-જેતપુરમાં ૨૯૨, ૭૫-ધોરાજીમાં ૨૬૫ મતદાન મથકો છે. ઈવીએમ મશીન કયા મતદાન મથકે જશે તેનું સેક્ધડ રેન્ડમાઈઝેશન કરાયું હતું. આ તકે ઈલેકશન કમિશનનાં ઓબ્ઝર્વરો તેમજ ઉમેદવારો, નોડલ ઓફીસરો અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતેષ પંડયા, રીટર્નીંગ ઓફિસરો પ્રજ્ઞેશ જાની, પ્રભવ જોષી, એમ.કે.પટેલ, એ.ટી.પટેલ, એ.એસ.ચૌધરી, આર.એમ.રાયજાદા, ધર્મેશ મકવાણા તથા ટી.એચ.જોષી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.