Abtak Media Google News

લોઠડા ખાતે જે.કે. વેલનેસ ફાઉન્ડેશનનું દબદબા ભેર ઉદઘાટન

સંતો, મહંતો, મંત્રીઓ, રાજકીય નેતાઓ સહિતના મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉ૫સ્થિતિ

સેવાને કેન્દ્રમાં રાખી કરવામાં આવતો વેપાર અનેક ગણો વિકસે છે: સરધારા

 

અબતક, રાજકોટ

જે.કે. વેલનેશ ફાઉન્ડેશન દ્વારા લોઠડા ગામે ગઇકાલે ભવ્યાતિભવ્ય પંચામૃત સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, વેકસીનેશન કેમ્પ, માસ્ક વિતરણ, ચકલીના માળાનું વિતરણ, પાણી અને ચણના કુંડાનું વિતરણ સહિતના સેવાકિય કાર્યો સાથે લોઠડા સિલ્વર કલબ ખાતે સંતો, મહંતો, મંત્રીઓ, રાજકીય નેતાઓ સાંસદો વગેરે મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં જે.કે. વેલનેસ ફાઉન્ડેશનનું ભવ્યાતિ ભવ્ય અને દબદબાભેર ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્ર પરસોતમ રૂ પાલાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું સર્વે મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી સંસ્થાને ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂ પાલા, કર્ણાકટના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, બી.એ.પી.એસ.ના અપૂર્વમુનિ સ્વામીજી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, મે. ડો. પ્રદિપ ડવ, પૂર્વ મેયર   રક્ષાબેન બોળીયા સહીતના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારી સહીત મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને ચેરમેન જયંતિલાલ સરધારાએ ‘અબતક’ ને માહીતી આપતા જણાવ્યું હતું કે ઇશ્ર્વરે અમોને ઘણું આપ્યું છે અને હવે તે સેવાકીય કામોમાં વાપરવા અમૂલ્ય તક મળી છે તે તકને અમોએ ઝડપી લઇ. વિવિધ સેવાકિય પ્રવૃતિઓ એજ લક્ષ્ય રાખી સૌના સહયોગથી આ સેવાકીય સંસ્થા શરુ કરીે છે.

તેઓએ  વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા ધનને પવિત્ર કરવું છે અને માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ આ સંસ્થા દ્વારા કરાતી સેવા પ્રવૃતિઓનો લાભ લઇ શકે તે અમારો હેતું છે.

સંસ્થાની વિવિધ સેવા પ્રવૃતિઓ વિષે પ્રકાશ પાડતા જેન્તીભાઇએ જણાવ્યું હતું કે જરુરીયાત મંદોને નિ:શુલ્ક એમ્બ્યુલન્સની સેવા, ઓકસીજનના બાટલા પ૦ થી વધુ મેડીકલ સાધનો જેવા કે વ્હીલચેર, વોકર, ઘોડી વગેરે ઉપરાંત દર વર્ષ બે થી ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ યોજવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉઘોગ એસો.ના સહયોગથી અત્યાર સુધીમાં ૭૩ જેટલા કેમ્પો યોજયા જેમાં ૧ર હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

અમારા રપ હજાર વૃક્ષો વાવવાના લક્ષ્યાંક સામે છેલ્લા ત્રણ વર્ષમાં ૧પ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સી.એમ. ફંડમાં ઉઘોગ એસો.ના સહયોગથી રૂ . પાંચ લાખ તેમજ કોરોના કાળમાં કીટનું ગરીબોને વિતરણ કરાયું હતું.

તેઓએ ઉઘોગ સાહસીકોના વિવિધ પ્રશ્ર્નો ક્રમ સહ ઉકેલવા તત્પર હોવાનું જણાવતા લોઠડા અને પરવડા ના રૂ . ૬૦ કરોડના ખર્ચે સી.સી. રોડ લોકભાગીદારોથી કરવાનો ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.