Abtak Media Google News
  • નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ 8 વર્ષના સુશાસનમાં અનેક  લાભદાયી યોજનાઓ અમલમાં મુકાઈ: સાંસદ કુંડારીયા-મોકરીયા
  • પત્રકાર પરિષદમાં માહિતી આપતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા: મંત્રી અરવિંદ રૈયાણી, મેયર ડે. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ સહિતના રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે સૌના સાથ, સૌના વિકાસ અને  સૌના પ્રયાસથી 8 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતીઆપતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ  8 વર્ષના લેખા-જોખા વર્ણવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ  મોકરીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ  સહિતના  ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રમાં રહેલ ભાજપ સરકારનાં સુશાસન 8 વર્ષ દેશવાસીઓનાં સહયોગ અને અથાગ પ્રેમથી પૂર્ણ થયા છે . આવનારા વર્ષમાં વર્ષમાં પણ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ આકાશને આંબશે એ વાત નકિક છે .

Official Portrait Of The Prime Minister Narendra Modi November 2020 Cropped

નરેન્દ્રભાઈ મોદીએ 8 વર્ષનાં સુશાનમાં દેશનાં સામાન્યમાં સામાન્ય માનવીની ખેવના કરી અનેક યોજનાઓ અમલમાં મુકી છે . સરળ અને સામાન્ય જીંદગી એ દરેક નાગરિકનો અધિકાર છે . તેના માટે તેને આગળ ધપાવવા અમારી સરકારી તેને પ્રાથમિકતા આપી રહી છે . તેવુ જણાવતા   વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 8 વર્ષમાં દેશની આર્થિક પરિસ્થિાિ પરિવર્તન લાવવા માટે તેમજ લોકોનાં જીવનની ગુણવતા સુધારવા કોઈ કસર છોડી નથી . 2016 માં પીએમ આવાસ યોજનાની શરૂઆત કરી 58.59 લાખ ઘરોનું કામ પૂર્ણ કરી તેને સોંપી દેવામાં આવ્યા જયારે 16 લાખ ઘરોનું કામકાજ નવી ટેકનોલોજીથી કરવામાં આવી રહયું છે . આજ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં 2.55 કરોડ ઘરોનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે . મોદી સરકાર ધ્વારા સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપી 4.371 શહેરોને શોચમુકત જાહેર કરવામાં આવ્યા છે . ગ્રામ્ય વિસ્તારોમાં 11 કરોડથી વધુ વ્યકિતગત , પારિવારીક શૌચાલય બનાવવાનો શ્રેય પણ ભાજપ સરકારને જાય છે . એમ્સ અને ઈન્ટરનેશલન એરપોર્ટ પણ નરેન્દ્રભાઈ મોદીએ આપેલી મોટી ભેટ છે .

સશકત ખેડૂત સમૃધ્ધ ભારતના મંત્રને સાકાર કરી પ્રધાનમંત્રી કિશાન કલ્યાણ સન્માનનિઘી અંતર્ગત 11.3 કરોડ ખેડૂત પરિવારોને રૂ .1.82 કરોડ ચૂકવવામાં આવ્યા છે . દેશનાં યુવાઓનું કૌશલ્ય નિખરે તે માટે શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ પણ મોદી સરકારે કર્યુ છે . દેશમાં આરોગ્ય ક્ષેત્ર સુદઢ બને તે માટે મેડીકલ કોલેજોની બેઠકોમાં 80 ટકાનો વધારો કરાયો છે.

આપતિને તકમાં બદલી નાખવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિષે મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે વાત ટેકનોલોજીની હોય કે ખેલ જગતની હોય , આરોગ્યની હોય કે સંરક્ષણની હોય , વાત વિકાસની હોય કે ગરીબ કલ્યાણની હોય તે તમામ મોરચે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઘડાતી નીતિ અને ઉપલબ્ધિ વિશ્વ માટે ઉદાહરણ જેવી છે . જમ્મૂ કાશ્મીર હોય , પૂર્વાચલ હોય કે ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત પ્રદેશો હોય , દાયકાઓ સુધી તેની સામે કોઈએ જોવાનું સાહસ પણ નહોતું કર્યું . પરંતુ મોદી સરકારે પોતાની નેતૃત્વશકિત અને દૂરંદેશીથી તે પ્રદેશોમાં શાંતિ અને વિકાસનો નવો અધ્યાય લખ્યો . આજે તે તમામ પ્રદેશો દેશ સાથે કદમ મિલાવીને આગળ વધી રહયા છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની સરકારનાં પાંચ મુખ્ય આધારસ્થંભો રહયા છે. જેમાં સેવા , સુશાસન , ગરીબ કલ્યાણ , નવિનતા અને દ્દઢ નિશ્ચય છે . આ અંગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ એ જણાવ્યું કે સેવા અંતર્ગત પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં 2.5 કરોડ ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને રૂા .10 હજાર કરોડની સહાય કરવામાં આવી છે.

સરકારની 8 વર્ષની સફળતામાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રીય બની

આ યોજના વિશે વિસ્તૃત છણાવટ કરતા મોહનભાઈ કુંડારીયા અનેરાજયસભાના રામભાઈ મોકરિયાએ કહયું છે કે , આ યોજનાનો લાભ દેશના છેવાડાના માનવી સુધી પહોંચે છે.

જનધન યોજના: દેશના દરેક પરિવારને બેન્કિંગ સિસ્ટમથી જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 મી ઓગષ્ટ 2014 ના રોજ જનધન યોજનાની શરૂઆત કરી હતી . સરકારની આ યોજના ખૂબ સફળ રહી છે . અત્યાર સુધી જનધન યોજના અંતર્ગત 45 કરોડથી વધુ લોકોએ બેન્ક ખાતા ખોલાવ્યા છે . કોરોના સંકટ દરમિયાન મહિલાઓને આજ બેન્ક ખાતાઓમાં સહાયની રકમ ચૂવી હતી.

ઉજજવલ યોજના: કેન્દ્ર સરકાર ઉજજવલ યોજનાને પોતાની સૌથી મોટી ઉપલબ્ધી માને છે . ઉજજવલ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ (એલપીજી) કનેશન મફતમાં આપે છે . આ યોજના 1 લી મે 2016 ના રોજ શરૂ કરવામા આવી હતી . એપ્રિલ -2022 સુધીમાં 9 કરોડ વધુ નેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતું .

કિશાન સન્માન નિધી યોજના: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધી યોજના શરૂ કરી હતી . વડાપ્રધાન મોદીની આ યોજનાના દેશના દરેક ગામમાં વખાણ થઈ રહયા છે . આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા જમા કરે છે . આ રકમ ખેડૂતોના ખાતામાં રૂ .2000 ના ત્રણ હપ્તામાં જમા કરવામાં આવે છે.

આ સહિત આયુષ્યમાન ભારત યોજના, સ્વચ્છ ભારત મીશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જલજીવન મીશન, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.